BREAKING NEWS

બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર નજીક લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં

  • February 17, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા.26/2/2026 થી તારીખ 18/3/2026 દરમિયાન ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષ લેવામાં આવનાર છે.જેમાં રાજકોટમાં ૧૮૩ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાર્થીએ શાંતીથી પરીક્ષા આપી શકે અને કોઇ અનઇચ્છનીય ઘટના બને તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તારીખ 26/2/2026 થી તારીખ 18/3/2026 સુધી એસએસસી અને એચએસસી સામાન્ય/ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાનાર હોય જેમાં રાજકોટ પોલીસ કમિશનર હેઠળના વિસ્તારમાં જુદી જુદી શાળાઓમાં કુલ 183 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં સવારે 10:30 થી 145 અને બપોરે ત્રણ થી સાડા છ વાગ્યા સુધી પરીક્ષા નો સમય છે.


પરીક્ષાર્થીઓ કોઈપણ જાતની ખલેલ વિના પરીક્ષા મુક્ત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઈ તોફાની તત્વો આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડે નહીં તેમજ પરીક્ષા દરમિયાન કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ આશરે નહીં તે માટે પરીક્ષા કેન્દ્ર કમ્પાઉન્ડમાં તેમજ ચારે બાજુ 100 મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તે માટે અનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહીં કે શાળાઓમાં કેન્દ્રમાં પ્રવેશ કરશે નહીં. ડીજે લાઉડ સ્પીકર વગાડી શકશે નહીં ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઈ જઈ શકશે નહીં સહિતની બાબતો અંગે પ્રતિબંધ મૂકવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


કમિશનરના જાહેરનામામાં જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં પરીક્ષા કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવેલ છે તે શાળાઓ ના કમ્પાઉન્ડની ચારે બાજુની ત્રિજ્યાના 100 મીટર વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત થવું નહીં, પરીક્ષા કેન્દ્રની આજુબાજુની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ સ્ટેશનરી કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં. શાળાઓની 100 મીટર ત્રિજ્યામાં કોઈ વ્યક્તિ વાહનો લાવશે નહીં અને શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં ચાર કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. પરીક્ષાર્થીઓએ પ્રશ્ન પત્રને લગતું સાહિત્ય પુસ્તક ગાઈડ ચાર્ટ મોબાઈલ ફોન જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવા નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઈ જવો નહીં.


પરીક્ષા કેન્દ્રના સ્થળ સંચાલક સુપરવાઇઝર સરકારી પ્રતિનિધિ અને વર્ગ ૪ ના પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઈપૂર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને તે ઓળખકાર્ડ સંબધીતોએ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઈપણ વ્યક્તિ પરીક્ષા કેન્દ્ર બિલ્ડિંગમાં પ્રવેશ કરી શકશે નહીં પરીક્ષા કેન્દ્રની આજુબાજુની 200 મીટરની ત્રિજ્યામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. જાહેરનામનો ઉલ્લંઘન કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application