BREAKING NEWS

બંગાળની ખાડીમાં લો પ્રેશર, અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું, અહીં આપવામાં આવી ભારે વરસાદની ચેતવણી

  • November 17, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સવારે 5:30 વાગ્યે બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં શ્રીલંકાને સંલગ્ન એરિયામાં લો પ્રેશર ઉભું થયું છે. આ સિસ્ટમની સાથો સાથ દરિયાની સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ જોવા મળે છે. આ સિસ્ટમના કારણે અંદામાન નિકોબાર તમિલનાડુ કેરલા આંધ્રપ્રદેશ સહિતના દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બંગાળની ખાડીની આ સિસ્ટમ આગામી 24 કલાક પછી વેસ્ટ નોર્થ વેસ્ટ દિશામાં ધીમે ધીમે આગળ વધશે.


તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટકમાં ભારે વરસાદ પડશે

મહદ અંશે દક્ષિણ ભારતના જ રાજ્યોને અસર કરે તેવી બીજી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સાઉથ ઇસ્ટ દિશામાં ઊભી થઈ છે. દરિયાની સપાટીથી માત્ર 0.9 કિલોમીટરની ઊંચાઈ પર અરબી સમુદ્રમાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે અને તે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિતના દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ લાવશે તેવી ચેતવણી હવામાન ખાતાએ જાહેર કરી છે.


દક્ષિણના રાજ્યોમાં અત્યારે પણ ભારે વરસાદ પડી રહ્યો છે

દક્ષિણના રાજ્યોમાં અત્યારે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની બબ્બે સિસ્ટમ એક સાથે એક્ટિવેટ થવાના કારણે હવે દક્ષિણના રાજ્યોમાં વરસાદની માત્રા અને વ્યાપમાં વધારો થશે. બીજી બાજુ કાશ્મીર હિમાચલ સહિતના રાજ્યોમાં થઈ રહેલી બરફ વર્ષાને કારણે શિયાળાની જમાવટ થઈ રહી છે. આ બંને બાબતોને કારણે હવે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application