BREAKING NEWS

ભારતમાં લક્ઝરી ઘરો 40 ટકા અને એફોર્ડેબલ ઘરો 26 ટકા મોંઘા થયા, સાત શહેરોમાં વૈભવી ઘરની કિંમત 1.50 કરોડ થઈ

  • November 27, 2025 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતના ટોચના સાત શહેરોમાં લક્ઝરી ઘરોના ભાવ છેલ્લા ત્રણ વર્ષમાં અન્ય સેગમેન્ટ્સ કરતાં વધુ સારા રહ્યા છે, જેમાં સરેરાશ લક્ઝરી ઘરનો ભાવ હવે રૂ.1.5 કરોડ  સુધી વધી ગયો છે. ગઈકાલે પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, પ્રતિ ચોરસ ફૂટ કિંમત 2025માં વધીને રૂ.14,530 થવાનો અંદાજ છે, જે 2022માં રૂ.20,300 હતી.


રિયલ એસ્ટેટ સર્વિસ ફર્મ એનારોકના એક અહેવાલમાં જણાવાયું છે કે દેશના ટોચના સાત શહેરોમાં વૈભવી રહેણાંક બજારમાં માત્ર પુરવઠામાં વધારો જ નહીં, પરંતુ વેચાણની સાથે કિંમતોમાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆર લક્ઝરી સેગમેન્ટમાં આગળ છે, કિંમતો 72 ટકા વધીને રૂ,23,100 પ્રતિ ચોરસ ફૂટ થઈ ગઈ છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને બેંગલુરુમાં અનુક્રમે 43 ટકા અને 42 ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે.


બીજી તરફ, પરવડે તેવા એફોર્ડેબલ ઘરો રૂ.40 લાખથી ઓછામાં માત્ર 26 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન, એનસીઆરમાં પરવડે તેવા ઘરોના ભાવમાં 48 ટકાનો વધારો જોવા મળ્યો છે. મધ્યમ અને પ્રીમિયમ હાઉસિંગ (રૂ.૪૦ લાખથી રૂ. ૧.૫ કરોડ)માં ૩૯ ટકાનો વધારો જોવા મળ્યો. બેંગલુરુમાં સૌથી વધુ ૬૨ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો.


એનારોક ગ્રુપના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું કે, વધુ સારા સ્થળોએ બ્રાન્ડેડ ડેવલપર્સ તરફથી મોટા ઘરોની માંગ ચાલુ રહેવાને કારણે વૈભવી ઘરોની માંગ અન્ય પ્રદેશો કરતાં ઝડપથી વધી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારા ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન આ શહેરોમાં આશરે ૨.૮૭ લાખ એકમોના કુલ વેચાણમાંથી, આશરે ૩૦ ટકા લક્ઝરી સેગમેન્ટમાં હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં વધતા ખર્ચ અને મજબૂત માંગને કારણે દેશભરમાં મકાનોના ભાવમાં વધારો થયો છે."

શહેરવાર વિશ્લેષણ દર્શાવે છે કે એમએમઆરમાં સરેરાશ ભાવ પ્રતિ ચોરસ ફૂટ રૂ. ૪૦,૨૦૦ સાથે સૌથી વધુ છે, જ્યારે પરવડે તેવા મકાનોના ભાવ પ્રતિ ચોરસ ફૂટ રૂ. ૬,૪૫૦ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News