BREAKING NEWS

આવતીકાલે જુનાગઢમાં ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

  • February 10, 2026 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતીકાલે મહા વદ નોમના દિવસે સવારે ભવનાથ મહાદેવ મંદિરને ધ્વજારોહણ સાથે લઘુ કુંભ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે. સવારે સાડા સાત વાગ્યે કલેકટર , ધારાસભ્ય સહિતના અધિકારી પદાધિકારીઓ દ્વારા ભરડાવાવથી પદયાત્રા યોજી ભવનાથ મંદિરે પહોંચશે અને ત્યારબાદ નવ વાગ્યે મંદિરે નવ સ્થાપિત થયેલ 55 કિલોના ધ્વજ દંડ પર પ્રથમ વખત  ધ્વજ રોહણ કરવામાં આવશે.

મહાશિવરાત્રી મેળાને લઇ તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આવતીકાલે મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ થશે. આવતીકાલે સવારે સાડા સાત વાગ્યે  અનિલ રાણાવસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સહિતના અધિકારી પદાધિકારીઓ અને કર્મચારીઓ સવારે સાડા સાત વાગ્યે ભરડાવાવથી પદયાત્રા કરશે અને મંદિરે પહોંચશે. આ વખતે ભવનાથ મંદિરનું સંચાલન વહીવટી તંત્ર દ્વારા થઈ રહ્યું છે જેથી તંત્ર દ્વારા 55 કિલોનો ધ્વજા તૈયાર કરાયો છે જેમાં આવતીકાલે ધ્વજારોહણ ગઈકાલે સવારે શુભ મુહર્તે સવારે નવ વાગ્યે પ્રથમ વખત ધ્વજા ચડાવવામાં આવશે. સંતો ,મહંતો, રાજકીય સામાજિક આગેવાનો અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શુભ મુહૂર્તમાં ધ્વજા અને ભવનાથ મહાદેવનું પૂજન કયર્િ બાદ ધ્વજા રોહણ કરવામાં આવશે. ભવનાથ મંદિર પરિસરમાં હર હર મહાદેવ જય ભોલેનાથ જય ભવનાથનો નાદ ગુંજી ઉઠશે. ભવનાથ મંદિરને ધ્વજારોહણ બાદ તળેટી વિસ્તારમાં આવેલ તમામ આશ્રમોમાં પણ ઘજા ચડાવાશે પાંચ દિવસીય લઘુ કુંભ મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થશે. આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેળામાં પધારશે અને દર્શન તથા સંતો-મહંતોના આશ્રમોની મુલાકાત, ડમરું યાત્રા, ધર્મ સભા સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ભવનાથ તળેટીમાં આ વખતે લઘુ કુંભ મહાશિવરાત્રી મેળો અનેક ફેરફારો સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ભવનાથ મહાદેવ મંદિર વહીવટી તંત્રના હસ્તક હોવાથી તંત્ર દ્વારા ભવનાથ મંદિરને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે. આવતીકાલે મહાવદ નોમના દિવસે ભવનાથ મંદિરે ધ્વજા રોહણ થશે. મેળો માણવા આવનાર લોકો ને ભરડાવાવ પાર્કિંગ તથા એસટી બસ વાઘેશ્વરી મંદિર પાસે રાખવા પોઇન્ટ આપવામાં આવ્યા છે અને ભવનાથ તળેટી સુધી મોટો એકભાવિકોએ ચાલીને જ આવવાનું રહેશે. જેના ભાગપ આવતીકાલે કલેકટર અનિલ રાણા વસિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા,પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, એસપી સુબોધ ઓડેદરા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લ વીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, સહિતના અધિકારી પદાધિકારીઓ ગિરનાર રોડથી ભવનાથ તળેટી ચાલીને જ મંદિરે પહોંચશે. ત્યારબાદ સંતો મહંતો, રાજકીય સામાજિક આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ કરવામાં આવશે મંદિરે ધ્વજા રોહણ કયર્િ બાદ પાંચ દિવસીય લઘુ કુંભ મહાશિવરાત્રી મેળો વિધિવત પ્રારંભ થશે અને તળેટી વિસ્તારમાં આવેલા 250 થી વધુ અન્નક્ષેત્રો ઉતારાઓમાં હરીહરનો નાદ ગુંજશે. ભવનાથ મંદિરને ધ્વજા ચડાવ્યા બાદ તળેટી વિસ્તારમાં આવેલ તમામ મંદિરોમાં પણ ધ્વજા ફરકાવવામાં આવશે. મેળામાં આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહેશે. નાયબ મુખ્યમંત્રી મેળાના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેશે અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભવનાથ તળેટીમાં ડમરુ યાત્રા નીકળશે. ડમરું યાત્રા પૂર્ણ થયા બાદ ભવનાથ મંદિરે મહા આરતી તથા ત્યારબાદ ધર્મ સભા યોજાશે. જેમાં સંતો મહંતો, નાયબ મુખ્યમંત્રી પણ સભામાં હાજર રહેશે.
ઋગ્વેદમાં ઉલ્લ ેખ છે કે ભગવાન મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે ભવનાથ મહાદેવનું મંદિર શિવ સંપ્રદાયનું અતિ પ્રાચીન મંદિર ગણાય છે. મહાદેવના લિંગના બારીકાઈ થી દર્શન કરતા લિંગ ઉપર રુદ્રાક્ષના પારા ઉપસેલા ધાણા જેવા અસંખ્ય દાણાઓ જોવા મળે છે અને આ દાણાઓથી અસંખ્ય = કોતયર્િ હોય તેવું જાણવા મળેલ છે આખું જગત જેનાથી સર્જાય છે માટે તે બહુ એટલે કે સંસારના સર્જક ભવનાથ કહેવાય છે. ભવનાથ મહાદેવની કૃપાથી માનવી જ નહીં પરંતુ મગર ,સર્પ, પારધી, સિંહ વગેરે અનેક  પ્રાણીઓ પોતાના અનેક જનમના પાપો માંથી ભવનાથ મહાદેવના સ્મરણથી શિવરાત્રીએ છૂટે છે.


દિવ્યાંગો, વૃદ્ધો માટે 25 નિ:શુલ્ક રીક્ષા, કર્મચારીઓ માટે 13 મિનિ બસ
ભવનાથ તળેટીમાં ભરડા વાવ થી જ વાહનોને પ્રવેશ પ્રતિબંધ છે પરંતુ વૃદ્ધો, દિવ્યાંગો ને ભવનાથ જવા મુશ્કેલી ન પડે તે માટે સમાજ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા 25 નિશુલ્ક રિક્ષા રાખવામાં આવી છે. આ ઉપરાંત અલગ અલગ વિભાગના 964 કર્મચારીઓ ફરજ પર છે જેને 13 મીની બસ દ્વારા બહાઉદીન કોલેજથી ભવનાથ ગેસ્ટ હાઉસ પાર્કિંગ સુધી લઈ જવામાં આવશે અને ત્યાંથી ફરી બહાઉદીન કોલેજ લઈ જશે. 221 ઉતારા અન્ન ક્ષેત્રો, તળેટીમાં મહાનગર પાલિકા હસ્તક 136 તથા વન વિભાગ હસ્તક 85 મળી કુલ 221 ઉતારા અન્ન ક્ષેત્રો કાર્યરત થશે. આ ઉપરાંત દત્ત ચોક ખાતે વિશાળ યજ્ઞશાળા અને 56 ધુણા તૈયાર કરવામાં આવ્યા છે.

વન વિભાગની ચાર ટ્રેકર્સ પાર્ટી તૈનાત
ભવનાથ તળેટીમાં દત ચોક ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ, પાંચ જગ્યાએ રાવટી રાખવામાં આવી છે. વન્ય પ્રાણીઓ દ્વારા યાત્રાળુઓને ઇજા કે નુકશાન ન થાય તે માટે ચાર જગ્યાએ ટ્રેકર્સ પાર્ટી,વન વિભાગના કર્મચારીઓને વાયરલેસ સેટ વોકટોકીની સુવિધા સાથે ફરજ સોંપવામાં આવી છે. લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી અંગે લાયઝન અધિકારી અને મદદનીશ વન સંરક્ષક જૂનાગઢનો મો. 82005 42996 સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે.

એસઆરપીની બે અને એસડીઆરએફની એક પ્લાટુન, 10 ડીવાયએસપી સહિત 3500 પોલીસ કર્મીઓ સ્ટેન્ડ ટુ
લઘુ કુંભ મહાશિવરાત્રીનો મેળા દરમિયાન રાજ્યભરમાંથી પોલીસની વિવિધ ટીમો દ્વારા ચાપતો બંદોબસ્ત રાખવામાં આવશે. પાંચ દિવસ દરમિયાન 10 ડીવાયએસપી ઉપરાંત એસઆરપીની બે, એસડીઆર એફની એક પ્લાન્ટુન, ચાર બીડીએસ સહિત 3500થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. આઈ જી નિલેશ ઝાંઝઙીયા,એસ.પી સુબોધ ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા ના નિદર્શન હેઠળ રાવટી તથા વિવિધ પોઇન્ટ પર એએસપી ઉપરાંત 10 ડીવાયએસપી,38 પી.આઈ, 135 પીએસઆઇ, હોમગાર્ડના 600 તથા જીઆરડીના 651, 125 ટ્રાફિક કર્મીઓ બંદોબસ્તમાં રહેશે. જૂનાગઢ શહેરના વિવિધ પોઇન્ટ તથા ભવનાથ તળેટી વિસ્તારમાં રાવટી રાખવામાં આવી છે .બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની 4 ટીમો વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરાશે. આ ઉપરાંત એસઆરપીની બે કંપ્ની અને એસ ડી આર એફની એક પ્લાટુન રાખવામાં આવશે. શંકાસ્પદ ઈસમો પર નજર રાખવા તળેટી વિસ્તારમાં વોચ ટાવર, ધર્મશાળા અને આશ્રમની અગાસી પર દૂરબીન તથા ડ્રોન અને સીસીટીવી કેમેરા ની મદદથી મેળામાં લોકોની ગતિવિધિ પર ચાપતી નજર રખાશે.નેત્રમ શાખા દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે.

અન્નક્ષેત્રો દ્વારા નિ:શુલ્ક ભોજન

મેળામાં લાખો ભાવિકોને અન્ન ક્ષેત્રો દ્વારા નિશુલ્ક ભોજન કરાવવામાં આવે છે. ગોરક્ષનાથ આશ્રમ, રામટેકરી, ભારતી આશ્રમ, પુનિત આશ્રમ, ગોંડલ રામજી મંદિર સંચાલિત સમાષટી ભંડારો, લંબે હનુમાન મંદિર સામે અલખનો ઓટલો, ખોડીયાર રાસ મંડળ, સહિત અનેકવિધ સ્થળોએ ભાવિકોને સવારે ચા પાણીથી લઈ ગુંદી ગાંઠિયા, બટેટા પૌવા, તો ભોજનમાં રોટલી, બટાકાનું શાક, પુરી, ભજીયા, મોહનથાળ, રોટલા, ખીચડી, કઢી, તો ક્યાંક પાઉંભાજી, ભેળ, પંજાબી, સાઉથ ઇન્ડિયન સહિતની વાનગીઓ ભોજનમાં પીરસવામાં આવશે.

ધારાસભ્ય, અધિકારી-પદાધિકારીઓ પગપાળા જશે
કલેકટર એસપી સહિતના અધિકારીઓ સરકારી ગાડીનો ઉપયોગ નહીં કરે ભવનાથ મહાશિવરાત્રી મેળામાં આ વખતે ભરડાવાવથી ભવનાથ તળેટી ત્રણ કિલોમીટરના રૂટ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા પાસ ન લેવાની નવતર પહેલ કરવામાં આવી છે. જેને બિરદાવી કલેકટર અનિલ રાણા વસિયા, એસપી સુબોધ ઓડેદરા, ડીડીઓ પટેલ સહિતના અધિકારીઓએ પણ બિરદાવી છે અને અધિકારીઓએ પણ સરકારી વાહનનો ઉપયોગ નહીં કરવા નિર્ણય લીધો છે. આવતીકાલે ધ્વજારોહણ પૂર્વે અધિકારીઓ પદાધિકારીઓ ચાલીને જ પગપાળા મંદિર સુધી પહોંચશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application