BREAKING NEWS

અજ્ઞાન અને અંધકારને દૂર કરનાર ત્યોહાર એટલે મહાશિવરાત્રિ

  • February 14, 2026 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાશિવરાત્રી એ હિંદુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે, જે મનુષ્યના જીવનમાં અંધકારને દૂર કરી પ્રકાશના માર્ગમાં જવાનો રસ્તો બતાવે છે. આ મહાશિવરાત્રીનો તહેવાર શિવાજીનું સ્મરણ કરીને, પ્રાર્થના કરીને, ઉપવાસ કરીને અને અજ્ઞાનમાંથી જ્ઞાનના માર્ગે જવાનો, પ્રામાણિકતા, અન્યોને નુકશાન ન પહોચાડવું, દાન, ક્ષમા અને શિવની શોધ જેવી બાબતો પર ધ્યાન કરીને આ તહેવાર ઉજવવામાં આવે છે.


મહાશિવરાત્રી શબ્દ ત્રણ સંસ્કૃત તત્વોનું સંયોજન છે: મહા મહાન, શિવ  હિંદુ દેવતા અને રાત્રી રાત્રિ. શાબ્દીક અર્થમાં શિવની મહાન રાત્રિ છે. આ તહેવાર દર વર્ષે માઘ અથવા ફાલ્ગુન મહિનાના કુષ્ણ પક્ષ ચતુદર્શી પર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ અને શિવના નટરાજ સ્વ‚પની ઉજવણી માટે ઉજવવામાં આવે છે. આ હિંદુ ધર્મની શૈવ પરમ્પરામાં મહાશીવરાત્રિનું ખાસ મહત્વ છે. દિવસ દરમિયાન ઉજવાતા મોટાભાગના હિંદુ તહેવારોથી વિપરીત મહાશિવરાત્રી રાત્રે ઉજવવામાં આવે છે.


આ ઉજવણીમાં જાગરણ, આખીરાત જાગરણ અને પ્રાર્થનાનો સમાવેશ થાય છે, કારણ કે, શૈવ હિંદુઓ આ રાત્રિને શિવ દ્રારા પોતાના જીવન અને વિશ્વમાં  અંધકાર અને અજ્ઞાનને દૂર કરવા તરીકે ઉજવે છે. શિવજીને ફળી, પાંદડા, મીઠાઈઓ અને દૂધનો પ્રસાદ ચઢાવવામાં આવે છે કેટલાક લોકો આ દિવસે આખો દિવસ શિવપૂજા કરી ઉપવાસ કરે છે, તો કેટલાક લોકો ધ્યાન  યોગ કરે છે, જે આજના યુગમાં દરેક લોકોના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ સ્વસ્થ હોવું ખુબ જરૂરી છે, તે માટે આ શિવરાત્રીના ધ્યાન એ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નીવડે છે. શિવ મંદિરોમાં શિવ નાં પવિત્ર પંચાક્ષાર મંત્ર ઓમ નમ: શિવાયનો જાપ દિવસભર કરવામાં આવે છે. મહાશિવરાત્રીનો ઉલ્લેખ અનેક પુરાણોમાં ખાસ કરીને સ્કંદ પુરાણ, લિંગ પુરાણ, અને પદ્મ પુરાણ માં જોવા મળે છે. આ તહેવાર અલગ- અલગ રાજ્યો, પ્રદેશો અને જીલ્લાઓમાં ખુબ ધામધૂમ થી ઉજવવામાં આવે છે. ભારતના મુખ્ય જ્યોતિલીગ શિવ મંદિરો જેમ કે, વારાણસી અને સોમનાથ છે.


ગુજરાતમાં મહાશિવરાત્રીનો મેળો જુનાગઢ નજીક ભવનાથ ખાતે યોજાય છે. જેમાં મૃગું કુંડમાં સ્નાન કરવું પવિત્ર માનવામાં આવે છે, પોરાણિક કથાનુસાર શિવ પોતે મૃગી કુંડમાં સ્નાન કરવા આવે છે. નેપાળમાં તો આ શિવરાત્રીના દિવસે રાષ્ટ્રીય દિવસનાં રૂપે પશુપતિનાથ મંદિરમાં ઉજવણી કરવામાં આવે છે. એટલું જ નહિ આપનો પડોશી દેશ પાકિસ્તનમાં પણ આ શિવરાત્રી ઉજવવામાં આવે છે જે કરાચી માં શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર છે જ્યાં ૨૫૦૦૦ જેટલા હિંદુ આ તહેવાર ઉજવવામાં હાજરી આપે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application