પરંપરા અને પ્રકાશનું પર્વ શરદોત્સવ નિમિત્તે જામનગરમાં આહીર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ શરદોત્સવનું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. વડીલોની હાજરીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતાજીની આરાધના અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં રાસ ગરબાની રમઝટ જામી હતી.
ઇતિહાસમાં કહેવાયું છે કે શરદપૂર્ણિમાની શીતળ ચાંદનીની મધભરી રાતે ભગવાન શ્રીકૃષ્ણએ વૃદાવનમાં યમુના તટે વાસંળી વગાડી શ્રીકૃષ્ણ-ગોપીઓની રાસલીલા રમી હતી. જેને આજે પણ અકબંધ રાખવા માટે આહીર યુવા ગ્રુપ દ્વારા દ્વારા લગભગ છેલ્લા ૨૪ વર્ષથી શરદપૂર્ણિમાની રાતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.જામનગર શહેર અને આજુબાજુ વસતા આહીર પરિવારના લોકો રાસની મોજ માણી શકે અને ભાઈચારાની ભાવના વિકસે સાથે એક બીજાને મદદ થવાનો ભાવ ખીલે તે માટે આ આયોજન દર વર્ષે કરાઇ છે.
જેમાં કલાકાર પ્રવીણ બારોટ અને મિત્તલ ચૌહાણ સુર સંગીતની રમઝટ બોલાવી હતી. આ વેળાએ ગીત-સંગીત અને રાસ-ગરબાનો સોહામણો સંગમ જોવા મળ્યો હતો. બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ રાસ યોજાયો હતો. જેમાં લોકોએ આનંદ માણ્યો હતો. માન, મર્યાદા, મોભો અને બલિદાન માટે બિરદાવાતા આહીર સમાજની યુવા પેઢીએ આજે આ આધુનિક યુગમાં સમાજની પરંપરાને જાળવી રાખી છે. જેના આહીર સમાજના રાસોત્સવ દરમિયાન દર્શન થયા હતા. મોટી સંખ્યા સમાજની બહેનોએ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો પરિધાન કરી રાસ લેતા અલોકિક દ્ર્શ્યો સર્જાયા હતા.

આ પ્રસંગે આહીર સમાજના અગ્રણી અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજના મોભી ભીખુભાઈ વારોતરીયા, યુવા ધારાસભ્ય હેમંતભાઈ ખવા, મુળુભાઇ કંડોરીયા, કોર્પોરેટર કિશનભાઇ માડમ, ભરતભાઈ સુવા, મેરામણભાઇ ભાટું, જાણીતા બિલ્ડર મહેશભાઇ નંદાણીયા, સુરેશભાઇ વશરા, ભાવેશભાઇ ગાગીયા, વશરામભાઈ રાઠોડ, પરબતભાઈ ચાવડા, નગાભાઈ નંદાણીયા, કોર્પોરેટર રાહુલભાઈ બોરીચા, કરસનભાઈ કરમુર, રાજુભાઈ ગાગીયા, મેરૂભાઈ માડમ, વિક્રમભાઈ ચાવડા અને ગીરીશભાઈ ગોજીયા, ચનાભાઈ બેલા, મુરુભાઈ ગાગલીયા, સાગરભાઈ બોદર, હેમંતભાઈ આંબલીયા, હરદાસભાઇ કંડોરીયા, રણમલભાઈ કાંબરીયા આ ઉપરાંત મહિલા અગ્રણી જ્યોતિબેન ભારવાડીયા, અમિતાબેન બંધીયા, લીલીબેન માડમ, અને શોભનાબેન સહિતના અગ્રણીઓએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો.
કાર્યક્રમના અંતમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાના હસ્તે વિજેતા ખેલૈયાઓને એના વિતરણ કરવામાં આવ્યા હતા. સાથે જ હાલારના સક્રિય સાંસદ પુનમબેન માડમ અને ખંભાળિયાના ધારાસભ્ય તેમજ સરકારના મંત્રી મુળુભાઇ બેરા પોતાના વ્યસ્ત શેડ્યુલને લઈ હાજરી આપી શક્યા ન હતા પરંતુ તેઓએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આહીર યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ કાંબરિયાની આગેવાની હેઠળ આહીર યુવા ગ્રુપના સભ્યો અને સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.