ઉપલેટા અને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ચીલઝડપના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી ફરાર શખસ ખોટું નામ ધારણ કરી ભાવનગરના વલ્લભીપૂરના હડિયાદ ગામમાં રહેતો હતો. જે રીબડા ચોકડી પાસે આવ્યાની બાતમી મળતા રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.એ આ શખસને પકડી પાડી ગોંડલ તાલુકા પોલીસને સોંપવા કાર્યવાહી કરી હતી.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ, એસ.પી. વિજયસિંહ ગુર્જરે દ્વારા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાર્યવાહી કરવા સૂચના આપી હોય જેના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.એચ.સી.ગોહિલ, પી.એસ.આઈ. આર.વી.ભીમાણીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ઉપલેટા અને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનામાં ઉપલેટા કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ થયા બાદ છેલ્લા ૧૫ વર્ષથી નાસતો ફરતો શખસ લખમણ ઉર્ફે અજય પુંજાભાઈ વાસણ(રહે રૈયા ચોકડી, આવાસ ક્વાર્ટર રાજકોટ, મૂળ રહે મંડેર, માધવપુર, પોરબંદર) જે બાલુ પુંજાભાઈ વાસણ તેવું નામ ધારણ કરી ભાવનગરના વલ્લભીપૂરના હડિયાદ ગામમાં રહેતો હતો. પોલીસને આ શખસ રાજકોટના રીબડા ચોકડી ખાતે હોવાની બાતમી મળતાં શખસને રીબડા ચોકડીથી દબોચી લઈ ગોંડલ તાલુકા પોલીસને સોંપવા કાર્યવાહી કરી હતી.આરોપી લખમણ ઉર્ફે અજય સામે કેશોદ, ઉપલેટા અને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ચીલઝડપ, ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ કામગીરીમાં એક.સી.બી. રાજકોટ ગ્રામ્યના પી.આઇ. વી.વી. ઓડેદરા, પી.એસ.આઈ.એચ.સી.ગોહિલ, પી.એસ.આઈ. આર.વી.ભીમાણી, એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ બાયલ, ભગીરથસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા સાથે રહ્યા હતા.