ખંભાળીયા વિસ્તારમાં સગીરાનું અપહરણ કરી જનાર આરોપીને ગણતરીની કલાકોમાં પોલીસે દબોચી લીધો છે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજ વાળાએ દ્વારકામાં બનતા ગંભીર ગુનાઓ માટે સચોટ અને ઉંડાણપુર્વકની તપાસ કરી ગુનાઓ અનડીટેક ન રહે માટે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હતી.
ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે તા. ૨૦ના રોજ જાહેર થયેલ કે ફરીયાદીની સગીરવયની દિકરીને આ કામના આરોપીએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ગુનો કરેલ છે.
જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન મુજબ પીઆઇ બી.જે. બરબસીયા તથા પીએસઆઇ એન.એસ. ગોહીલ, સર્વેલન્સ સ્ટાની ટીમ બનાવી ટેકનીકલ એનાલીસીસ અને હયુમન સોર્સની મદદથી તપાસમાં હતા સ્ટાફના એએસઆઇ હેમતભાઇ નંદાણીયા, પો.કોન્સ કાનાભાઇ લુણા, યોગરાજસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે શીરૂતળાવ, શકિતગનર મંદિર, ખંભાળીયાના અરશી નારણ ચાવડા (ઉ.વ.૨૬)ને પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.