BREAKING NEWS

જામનગરના નિવૃત પીઆઇ પર ટ્રેનમાં હુમલો કરનાર ઝડપાયો

  • December 25, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર-બરોડા ઇન્ટરસીટી ટ્રેનમાં નિવૃત પીઆઇ પર હુમલો કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત પોલીસ અધિકારીને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા રેલ્વે પોલસ દ્વારા તપાસ કરીને આરોપી પંજાબના શખ્સને પકડી લીધો છે મોબાઇલમાં વાત કરવા મામલે આરોપી ઉશ્કેરાયો હતો.


પોલીસ સુત્રોના જણાવયા મુજબ જામનગર તેજ પ્રકાશ સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન જીવતા ધમેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.૭૭)મંગળવારે વડોદરા ઇન્ટરસીટી ટ્રેનમાં બેસીને અમદાવાદ કોર્ટ મુદતે જતા હતા તે દરમ્યાન એક અજાણ્યા શખ્સે મોબાઇલની માંગણી કરી હતી જેથી મોબાઇલ આપવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટ, ફાયર સીલીનડર વડે હુમલો કરી, મોબાઇલની લૂંટ ચલાવી હતી. બનાવને પગલે મુસાફરોમાં દેકારો થતા આરોપી રાજકોટ સ્ટેશને ઉતરી જઇ નાશી ગયો હતો.


 હુમલામાં ઘવાયેલા નિવૃત પીઆઇને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડયા છે. બનાવની જાણ થતા રેલ્વે પોલીસે તપાસ કરતા નિવૃત પીઆઇ ધમેન્દ્રસિંહ જાડેજા કોર્ટના કામે અમદાવાદ જતા હતા તેમજ નિવૃત પીઆઇ રીવોલ્વરનું ખાલી કવર કમરે બાંધી રાખતા હતા જે રીવોલ્વર સમજી આરોપી ઉશ્કેરાઇ ગયો હોવાનું બહાર આવતા પોલીસે વૃઘ્ધની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. 
​​​​​​​

બનાવની જાણ  થતા પીએસઆઇ પરમાર સહિતની ટીમે ટ્રેનમાં નિવૃત પીઆઇ જાડેજા ઉપર હુમલો કરી મોબાઇલની લૂંટ ચલાવનાર શખ્સને માહિતીને આધારે નીશાનસિંગ ગુલઝારસિંગને ઝડપી લઇ તેની પુછતાછ કરતા તે મુળ પંજાબનો અને હાલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય અને આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટ લેવા માટે જામનગરથી પંજાબ જવા માટે નિકળ્યો હતો તે દરમ્યાન ટ્રેનમાં મોબાઇલ  મામલે ઝઘડો કરી હુમલો કર્યાનું રટણ કરતા પોલીસે આરોપીની ધરકપડ કરી વધુ કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application