BREAKING NEWS

જામનગર : ત્રણ જીલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ શખ્સ ગીરફતાર

  • October 09, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયના ત્રણ જીલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયો હતો. 


રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ નાસતા ફરતા આરોપીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જામનગર જીલ્લા એસપી ડો. રવિ મોહન સૈનીને જણાવેલ જેથી એલસીબી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ એબસ્કોન્ડર/પેરોલ ફર્લોના પીએસઆઇ એમ.વી. ભાટીયા તથા ઇન્ચાર્જ પીએસઆઇ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના માણસો ટેકનીકલ સેલ તથા હયુમન સોર્સ દ્વારા જરૂરી વર્કઆઉટમાં હતા.


દરમ્યાન સ્ટાફના સલીમભાઇ નોયડા, ગોવિદભાઇ ભરવાડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્દિકભાઇ ભટ્ને સંયુકત બાતમીદારોથી હકીકત મળેલ કે જામનગર સીટી-સી ડીવીઝનના પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી મોહિત ઉર્ફે ઉકેડી કિશોર આંબલીયા રહે. યાદવનગર શેરી નં. ૨ જામનગરવાળાની તપાસ કરતા દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા શહેરમાં જામનગર હાઇવે રોડ પર હોટલ સ્ટેઇન પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે સીટી-સી પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application