સ્ટેટ મોનીટરીંગ સેલે બે વર્ષ પહેલા વિસાવાડાના બસસ્ટેશન પાસેથી વિદેશી દા ભરેલુ ટેન્કર પકડી પાડયુ હતુ. આ દા મંગાવનાર રાણપરના ઇસમને હવે લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો છે.
બનાવની વિગત એવી હતી કે બે વર્ષ પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મીયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિસાવાડા ગામે બસસ્ટેશન પાસેથી વિદેશી દા ભરેલુ ટેન્કર પકડી પાડયુ હતુ અને જે -તે સમયે માલની હેરાફેરી કરનાર અને મોકલનાર સામે કાર્યવાહી થઇ હતી પરંતુ માલ મંગાવનાર આરોપી ભાણવડના રાણપર ગામે હોળી ચકલા પાસે રહેતો બધા ભોરા શામળા વોન્ટેડ હતો.
સદરહુ ગુન્હાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ તથા વખતોવખત સુચનાઓ આપવામાં આવેલ. જે અન્વયે સદરહુ ગુન્હામાં કબ્જે કરવામાં આવેલ દા ભરેલ ટેન્કર મંગાવનાર બધા ભોરાભાઇ શામળા રહે. રાણપરવાળો હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ જેથી સદરહુ આરોપીને શોધી કાઢવા પોરબંદર એલ.સી.બી. સ્ટાફ પ્રયત્નશીલ હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે સદર ગુનાનો આરોપી બધા ભોરાભાઇ શામળા હાલ બોખીરા ત્રણ માઇલથી નીકળવાનો હોય જે હકીકત ના આધારે એલ.સી.બી.સ્ટાફ વોચમાં હતા. દરમ્યાન આરોપી બધા ભોરાભાઇ શામળા ઉ.વ. ૩૨ રહે. રાણપર ગામ હોળીચકલા પાસે, તા. ભાણવડ, જિ.દેવભૂમિ દ્વારકાવળાને બોખીરા ત્રણ માઇલ ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર. કે.કાંબરીયા, એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર,ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વીરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયર નહિ, કાંઇક મોટું થવાનું છે: ટ્રમ્પના નિવેદને દુનિયાનું ટેન્શન વધાર્યું
June 17, 2025 04:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech