રાજકોટના મંગળા રોડ પર ફાયરિંગના ગુન્હામાં હથિયાર સપ્લાય કરનાર સંજયસિંહ ઝાલાને હથિયાર આપનાર ઇસમને દેશી તમંચા સાથે એસઓજી ટીમે પકડી પાડ્યો છે.
ગત તા.૨૯/૧૦/૨૦૨૫ના રોજ મંગળા મેઇન રોડ પર સામસામા ફાયરિંગનો બનાવ બન્યો હતો. જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૦૩૪/૨૫ બી.એન.એસ. કલમ ૧૦૯(૧) વિ. તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧) એ વિ. મુજબનો ગુન્હો દાખલ થયો હતો. જે ગુન્હાના કામનો આરોપી જીજ્ઞેશ ઉર્ફે ભયલો દીનેશ રાબા વાળાએ બનાવ સમયે ફાયરિંગમાં વાપરેલ હથિયાર સંજયરાજસિંહ ઉર્ફે ચીન્ટુ મહેન્દ્રસિંહ ઝાલા રહે. રાજકોટ વાળાએ આપેલ હોય જેને અગાઉ હથિયાર સાથે પકડી અલગથી હથિયારનો ગુન્હો દાખલ કરવામા આવેલ. આ બનાવમા સંજયરાજસિંહ ઝાલાને હથિયાર આપનાર તરીકે ઋતુરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા હોય. જે અનુસંધાને રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) જગ્દીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશ્નર(ક્રાઇમ) ભરત બી.બસીયાએ કડક કાર્યવાહી કરવા તથા આરોપીને પકડી પાડવા સુચના
આપી હતી.
જેને લઈને એસઓજીના પો.ઇન્સ. એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ રાજેશભાઇ તથા પો.હેડ કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજાની ચોક્કસ બાતમી આધારે નીચે જીજ્ઞેશ ઉર્ફે ભયલોને અશોક ગાર્ડ્સ પાસેથી જાહેરમાં ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા નંગ-૦૧ તથા કાર્ટીસ નંગ -૦૩ સાથે પકડી પાડી ડી.સી.બી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) એ, વિગેરે મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application