મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને હત્યાનો પ્રયાસ સહિતના 10 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા કુખ્યાત શખસ મીત ઉર્ફે ભાજી સામે પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. માલવિયાનગર પોલીસે વોરંટની બજવણી કરી આરોપીને અમદાવાદ જેલહવાલે કર્યો હતો.
મવડીની શ્રીનાથજી સોસાયટીમાં રહેતો અને અગાઉ હત્યાનો પ્રયાસ, મારામારી,લૂંટ,ચોરી સહીત ૧૦ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા મિત ઉર્ફે ભાજી રમેશભાઈ ખગ્રામ (ઉ.વ ૨૮) સામે માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઈએ પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી હતી. જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ મંજૂરીની મહોર લગાવી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઈશ્યુ કર્યું હતું. જેથી માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફે આરોપી મીત ઉર્ફે ભાજીની પાસે હેઠળ અટકાયત કરી તેને અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.આ કામગીરી માલવીયા પોલીસના પીઆઇ જે.આર.દેસાઈ,પીએસઆઇ એમ.જે.ધાંધલ,એએસઆઈ શૈલેષભાઈ ખીહડિયા, હિરેનભાઈ પરમાર સહિતનાઓ એ કરી હતી.જયારે આજી ડેમ પોલીસે ભુપગઢના અલ્પેશ કરશનભાઈ બથવારની ધરપકડ કરી ભુજ જેલમાં ધકેલી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech