વડિયાના ખાન ખીજડિયામાં માનવભક્ષી શ્ર્વાને વધુ એક બાળકનો ભોગ લીધો
વડિયાના ખાન ખીજડિયામાં માનવભક્ષી શ્ર્વાને વધુ એક બાળકનો ભોગ લીધો
June 02, 2026 02:14 PM
વડિયાના ખાન ખીજડીયા ગામે ફરી શ્ર્વાનોનો આતકં સામે આવતો જોવા મળ્યો છે. વધુ એક બાળકનો ફરી ભોગ લેવાયો છે. જાણવા મળતી વિગતો મુજબ ખાન ખીજડીયા ગામના વાડી વિસ્તારમાં છેલ્લ ા એક મહિનાથી રખડતા સ્વાનને જાણે માનવ માસ મગજમાં ખુંચી ગયુ હોય તેમ ખેત મજુરના બાળકોને એક પછી એક શિકાર બનાવતા જાય છે. એક મહિનામાં ચોથી ઘટના સામે આવતી જોવા મળી રહી છે. વડિયાએ વસવાટ કરતા ખેત મજુર બારીયા મગનભાઈ ચીમનભાઈના દિકરો અને દિકરી બંને રમી રહ્યા હતા અને તેમના પિતા પાણી વાળી રહ્યા હતા ત્યારે માનવભક્ષી શ્ર્વાનો આવી જતા દીકરા રોમિતને બચકા ભરીને ઉપાડી ગયા, જયારે દિકરી બીકથી બેરલમાં કૂદી જતા દિકરા રોમિત (ઉં.વ.૭)નું ઘટના સ્થળે જ મૃત્યુ નીપયું હતું આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ માનવભક્ષી શ્ર્વાનોને કયારે પકડીને પીજરામાં પુરવા આવશે કે પછી હજુ કોઈ નિર્દેાષ બાળકનો ભોગ લેવાય તેની રાહ જોવાઈ રહી છે ? આવા વેધક સવાલો ખેત મજૂરો અને ખેડૂતો દ્રારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ માનવભક્ષી શ્ર્વાનોએ બે બાળકોના ભોગ લીધા છે અને બે બાળકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ત્યારે હવે ખાન ખીજડીયા ગામમાં ખેત મજુર પરિવારો પર જાણે શ્ર્વાનોનો આતકં છવાતો હોય તેમ એક પછી એક બાળકોનો ભોગ લેવામાં આવી રહ્યો છે. ત્યારે આ બાબતે તત્રં તુરતં કાર્યવાહી કારે તેં ખુબ જરી છે.હવે જોવાનું એ રહ્યું કે શું આ બાબતે તત્રં જાગીને આ માનવભક્ષી કુતરાઓને પીજરે પૂરશે કે પછી હજુ કોઈ નિર્દેાષ બાળકનો ભોગ લેવાય તેની રાહ જોશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ ખાન ખીજડીયા ગામે બીજા નિર્દેાષ બાળકનો ભોગ માનવભક્ષી શ્ર્વાનોએ લીધો છે અને સમગ્ર પંથકમાં આ શ્ર્વાનોના આતંકથી ભયનો માહોલ છવાતો જોવા મળી રહ્યો છે