વિદેશી દા‚ના ગુન્હામાં સાત વર્ષથી વોન્ટેડ શખ્સ કોલીખડાથી ઝડપાયો

  • June 17, 2025 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના મીયાણી મરીન પોલીસસ્ટેશનની હદમાં વિદેશી દા‚ના ગુન્હામાં સાત વર્ષથી વોન્ટેડ બરડા ડુંગરના ધ્રામણી નેશના શખ્શને લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોલીખડાના ટી-પોઇન્ટ પાસેથી પકડી લીધો છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મકકા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને મળેલ સંયુકત હકીકતના આધારે , કોલીખડા ટી-પોઇન્ટ પાસેથી મીયાણી મરીન પોલીસ સ્ટેશનના વિદેશી દા‚ના ગુન્હામાં  છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી ભુરા અરજનભાઇ મોરી ઉ.વ. ૪૫ રહે. રાણપર ગામ બરડા ડુંગર ધ્રમણીનેશ, તા. ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકાવાળાને પકડી મીયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વીરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલ હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News