પોરબંદરના ઉદ્યોગનગર પોલીસમથકની હદમાં વર્ષ ૨૦૧૮માં એક યુવાનને છરી મારીને મધ્યપ્રદેશનો શખ્શ નાશી ગયો હતો જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુરેન્દ્રનગરના અડાણા ગામેથી પકડી પાડયો છે.
આરોપીઓએ અગાઉના મનદુ:ખના કારણે ફરીયાદી સાથે ઝઘડો કરી ફરીયાદીને છરી વડે માર મારી જમણા ગાલ ઉપર તેમજ જમણા હાથના પોચા ઉપર ચરકાની ઇજાઓ કરી ઢીકાપાટુનો માર મારી ગુન્હો કરેલ હોવાનો ગુન્હો રજીસ્ટર્ડ કરેલ.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા(આઇ.પી.એસ.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા(આઇ.પી.એસ.) દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સૂચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર. કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. રાજેન્દ્રભાઇ જોષી તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજાને ટેકનીકલ રાહે હકીકત મળેલ કે ઉપરોકત ગુન્હાનો છેલ્લા ૭ વર્ષથી લાલશાહીથી નાસતો ફરતો આરોપી લાલચંદ તીલકસીંગ કુશવાહ રહે. નરસંગ ટેકરી, સુદામા પરોઠા હાઉસ પાછળ, બીપીનભાઇ પેંડાવાળાની સામેની ગલીમાં પોરબંદર મૂળ મહેરા ગામ,તા. માહેગાવ, જી. ભીંડ મધ્યપ્રદેશવાળો હાલ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાણા ગામમાં આવેલ જુનીયર પ્રાઇવેટ લીમીટેડના પાવરહાઉસમાં કલરકામ કરતો હોવાની હકીત મળેલ હોય જેથી ઉપરોકત હકીકતના આધારે એ.એસ.આઇ. મુકેશ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ ઓડેદરા તથા વિરેન્દ્રસિંહ પરમારને સુરેન્દ્રનગર ખાતે ઉપરોકત આરોપીની તપાસમાં મોકલતા આરોપી ઉપરોકત હકીકતવાળી જગ્યાએથી મળી આવતા આરોપી લાલસિંહ ઉર્ફે લાલચંદ તીલકસિંહ બદસિંહ કુશવાહ ઉ.વ.૩૬ રહે. અમાન મેહરા ગામ મેવાતીબાબાના મંદિર પાસે તા. મેહગાંવ, જી. ભીંડ મધ્યપ્રદેશવાળાને ઉપરોકત ગુન્હાના કામે વધુ પૂછપરછ અર્થે અત્રે એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી અટક કરી આગળની કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, મુકેશભાઇ માવદીયા, ઉદયભાઇ વ, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ અડેદરા, જીતુભાઇ દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા.