BREAKING NEWS

ચોટીલા-રાજકોટ હાઇવેની અનેક હોટેલો ગેરકાયદે વેપારનું હબ? બાયોડીઝલ કૌભાંડ ઝડપાયું

  • October 13, 2025 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોટીલા રાજકોટ હાઇવે ઉપર મોલડી ગામ નજીક આવેલ બે હોટલોમાં મધરાત્રીના ચોટીલા પ્રાત અધિકારી તથા તેમની ટીમે દરોડા પાડતા વલનશીલ પદાર્થ ૪૩૨૫૦ લીટર બાયોડીઝલનો જથ્થો તથા ટેન્કર, હોટલમાં ગે. કા સંગ્રહ કરાતા પાચ જેટલા ટાંકાઓ સહિત . ૭૦ લાખ થી વધુનો મુદ્દામાલ કબજે કરી સીઝ બંન્ને હોટેલોને સીલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામી છે


ચોટીલા સબ ડિવિઝન વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ખનન, વહન સાથે ગે. કા કેમિકલનું મોટૂ વેચાણનું નેટવર્ક ચાલું છે. આવા ખનીજ તેમજ કેમિકલ માફિયા અને ગે. કા. ધંધા ને નાથવા સામે ચોટીલા પ્રાત અધિકારી એચ. ટી. મકવાણા તથા તેઓની ટીમ સક્રિયતા સાથે દરોડા સહિતની કડક કાર્યવાહી કરી રહેલ છે.


તા. ૧૧ના રાત્રીનાં ચોટીલા નાયબ કલેકટર તથા તેમની સંયુકત ટીમે રાજકોટ હાઇવે ઉપર મોટી મોલડી ગામ પાસે આવેલ યુ.પી.બિહાર પંજાબી ઢાબા હોટલ અને યુ.પી.બિહાર દરભંગા હોટલમાં  દરોડા પાડતા બંને હોટલ માંથી મોટા પ્રમાણમાં જવલનશીલ  પદાર્થ મળી આવેલ હતો જેમાબંને હોટલોમાંથી જુદા જુદા પાંચ ટાંકાઓ મળી આવેલ છે તેમજ તેમજ એક  મોટુ ૪૦ કેએલનું  શંકાસ્પદ  જવલનશીલ  પદાર્થ ભરેલો ટેન્કર પણ મળી આવેલ છે.


આ દરોડા દરમ્યાન કુલ ૪૩૨૫૦ લીટર બાયોડીઝલનો જથ્થો અને એક ટેન્કર મળીને  .૭૦,૭૦,૭૫૦– (પિયા સીતેર લાખ સીતેર હજાર સાતસો પચ્ચાસ પુરા ) નો મુદ્દામાલ કબ્જે કરી સીઝ કરી હોટલ માલિક વાકાનેરનાં ઠીકરીયાળા ગામના જેઠુરભાઈ રામભાઈ ખાચર, તેમજ ચોટીલાના ખેરડી ગામના વિક્રમભાઇ જોભાઈ ધાંધલ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોટીલા પંથકમાં પ્રાત અધિકારીના ગે. કા કારોબાર અને ખનીજ, કેમિકલ માફિયાઓ સામે હાથ ધરાયેલ ઝૂંબેશને કારણે ફફડાટ મચેલ છે તેમ છતા ધંધાર્થીઓ અવનવી તરકીબ અપનાવી ગેરકાયદે ધંધાઓ કરતા હોવાનું કહેવાય છે



પાકા બાંધકામ સહિતની મોડસ ઓપરેન્ડી: ૧૩ કલાક ચાલી કાર્યવાહી

પકડાયેલ તમામ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે રાખેલ બાયોડીઝલ પર પાકા બાંધકામ કરવામાં આવેલ હતા. જે સ્ટ્રકચર જેસીબી ની મદદથી તોડી પાડવામાં આવેલા હતા. ખુશ્બુ હોટલમાં રસોડાના પ્લેટફોર્મ ને બે ટાંકા બનાવી અને આ બાયોડીઝલ રાખવામાં આવેલ હતો , સદર તમામ ૫(પાંચ)  ટાંકાઓમાંથી  જવલનશીલ પદાર્થના નમુનાઓ લેવામાં આવેલ છે, સદરહત્પં ગેરકાયદેસર અનઅધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શકયતા રહેલ હતી અને મોટા પ્રમાણમાં જાન હાનિ થવાના શકયતા પણ રહેલ હતી. તત્રં ના દરોડાની કાર્યવાહી તા. ૧૧ ના મોડી રાત્રીના ૧૨૦૦ કલાક થી  બીજા દિવસે બપોરના ૦૧૦૦ કલાક સુધી કાર્યવાહી ચાલુ રહી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application