#aajkaal team
નવા વર્ષના પહેલા જ શનિવારે કરોડો ભક્તોના આસ્થા સમાન સાળંગપુરમાં પગ મુકવાની જગ્યા ન હોય તેમ માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આજે કષ્ટભંજન દેવને ચલણી નોટોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

પૂજારી સ્વામીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, દાદાનું સિંહાસન 10, 20, 50, 100, 200 અને 500ની નોટોથી શણગારવામાં આવ્યું છે.

આજના શણગારમાં દાદાને વૃંદાવનના ખાસ પાંચ દિવસની મહેનતે તૈયાર કરાયેલા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ વિશેષ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી બનાવવામાં આવ્યા છે અને તેના પર સુંદર એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું છે

આરતીનો લ્હાવો લેવા માટે આજે શનિવારે દાદાના ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા, જેના કારણે આખું મંદિર પરિસર ભક્તોથી ભરાઈ ગયું હતું.