BREAKING NEWS

એક કરોડના ગાંજાના છોડ જોઈ પોલીસ પણ ચોંકી...બોટાદના નાની વાવડીની સીમમા ગાંજાની ખેતી ઝડપાઈ

  • December 03, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોટાદના રાણપુર તાલુકાના નાની વાવડી ગામે એક ખેડૂત ના ખેતરમાં લીલા ગાંજાની ખેતી કર્યા ની ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે રેડ પાડીને વાડીમાંથી એક કરોડના ગાંજાના લીલા છોડ કબજે કરી એક શખસને ઝડપી લીધો હતો. જ્યારે ગાંજાનું બીજ આપનાર અને વાડીએ રખોપુ કરનાર ત્રિપુટી સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ એસ.એમ.સી.ની રેઈડથી બોટાદ સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લીલા ગાંજાની ખેતી માદરોડો પાડતા ભારે દોડધામ થઈ હતી નાની વાવડી ગામે વાડીમાં કપાસના કે આવી અન્ય જણસની વાવેતરની આડમાં ગાંજાના છોડોનું પણ વાવેતર કરાયું હોવાની માહિતીના આધારે પી.આઈ. જી.આર.રબારી તથા પીએસઆઈ આર.બી.વનારે ટીમ સાથે વાડીએ દરોડો પાડયો હતો.


રેડ કરતા ખેતરમાં ગાંજાનું વાવેતર અને માથોડા જેવા પાંચ થી છ ફૂટના છોડ ઉભા હતા. પોલીસે છોડ જડમુળમાંથી કાઢવા ખોદાણ કરવા માટે સ્થાનિકો, અન્યોની મદદ લેવી પડી હોવાનું અને વાડીમાં લીલાછમ 98 છોડ 198 કિલો કબજે કર્યા.


વાડી પરથી એક શખસને ઝડપી ગાંજાનું બીજ આપનાર તથા વાડીએ રખોપુ કરનારા બેની શોધખોળ પડી હતી. પરાઈ, ત્રિકમ કે આવા સાધનો સાથે મોડી રાત સુધી હેલોજન કે મોટી ટોર્ચના પ્રકાશે ઉભા લીલાછમ્મ છોડ ખેતર ખોદીને કાઢવામાં આવ્યા હતાં વાડી નાની વાવડીના અજીતસિંહ જીવાભાઈ બારડની હોવાનું જાણવા મળતાઅજીતસિંહને ઝડપી લેવાયો હતો.


જ્યારે વાડીપર રખોપુ કરતા કે વાવેતરનું ધ્યાન રાખનારા નાની વાવડીના મહાવીરસિંહ પઢીયાર તેમજ ધોળકાના સરગવાળા ધમા સોલંકી હાથ લાગ્યા ન હતાં. વાડી ધારક અજીતસિંહની પુછતાંછમાં ગાંજાનું બીજ રાણપુરના સુંદરીયાણા ગામના રતનસિંહ ચાવડાએ આપ્યું હોવાનું ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.     



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application