ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી માટે કાયમી કેમ્પસ સ્થાપવા માટે ગાંધીનગર અને ગિટ સિટીની આસપાસના વિસ્તારમાં યોગ્ય જમીન માટે સક્રિયપણે શોધ શ કરી છે હાલમાં, જીએમયુ ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે કામચલાઉ કેમ્પસમાંથી કાર્ય કરે છે.નવા કેમ્પસ માટે ઓછામાં ઓછા ૨૦ એકર જમીનની જરિયાત છે અંદાજે ૫૦ કરોડના રોકાણ સાથે વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવા માં આવશે.
૨૦૧૯ માં જીએમયુની સ્થાપના કરી હતી અને અન્ય અભ્યાસક્રમો સિવાય મેરીટાઇમ લો, ઇન્ટરનેશનલ ટ્રેડ લો, અને એમબીએના વિવિધ અભ્યાસક્રમો પણ ઓફર કરી રહ્યા છીએ. અગાઉ, અમે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિટ) સિટીમાં કેમ્પસ સ્થાપવાની યોજના બનાવી હતી, પરંતુ ત્યાં જોઈએ તેટલી જમીન મેળવવી શકય નથી તેથી, અમે ગિટ સિટી અને ગાંધીનગર નજીક ઓછામાં ઓછી ૨૦ એકરની યોગ્ય જમીનની શોધ શ કરવામા આવી છે.
ગુજરાતમાં મેરી ટાઈમ યુનિવર્સિટી સ્થાપવા પાછળનો હેતુ અને પ્રશિક્ષિત વ્યાવસાયિક તૈયાર કરવાનો છે.તેમજ રોજગારીની નવી તકો પૂરી પાડશે. જેમા આંતરરાષ્ટ્ર્રીય સ્તર ના શિક્ષણ આપવાનો ઉદ્દેશો રાખવામા આવયા છે. બિન સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આગામી મહિના ના અતં સુધીમાં મેરી ટાઈમ યુનિવર્સિટી માટે જમીનની શોધખોળ પૂર્ણ થઈ જાય તેવા સંકેત મળી રહ્યા છે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે, અને નિકાસમાં વધારો થઈ રહયો છે જેના કારણે મેરીટાઇમ સેકટરમાં પ્રોફેશનલ્સની માંગમાં વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech