શહેરની મારવાડી મારવાડી કોલેજના ડ્રાઇવર પ્રૌઢ કોલેજમાં જમવા બેસતા હતા ત્યારે અચાનક ઢડી પડ્યા હતા. બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આશાપુરા સોસાયટીમાં રહેતા અને રાજકોટની મારવાડી કોલેજની બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા શક્તિસિંહ હેંમતસિંહ પરમાર (ઉ.વ.53)નામના પ્રૌઢ આજે બપોરે મારવાડી કોલેજમાં સ્ટાફ સાથે જમવા બેસતા હતા ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ અહીં સારવાર કારગત નીવડે તે પહેલા જ તેમનુ મોત નીપજ્યુ હતું. પ્રાથમિક તપાસમાં પ્રૌઢ બે ભાઇ મોટા અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. તેઓ 14 વર્ષથી મારવાડી કોલેજમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તેઓ ગોંડલથી મારવાડી કોલેજના વિદ્યાર્થીઓને બસમાં લઇ આવી બપોરે પરત લઇ જતા હતા. હાર્ટ એેટેકથી મોત નીપજ્યાનું તબીબો દ્વારા જણાવાયુ છે.