BREAKING NEWS

અમદાવાદના પેલેડિયમ બિઝનેસ હબમાં ભીષણ આગ, નાસભાગ મચી, ફાયરની પાંચ ગાડી દોડી ગઈ, ધૂમાડાના ગોટેગોટા

  • December 13, 2025 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સી જી રોડ પર પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના બની છે. પેલેડિયમ બિઝનેસ હબમાં બીજા માળ પર આગ લાગવાની માહિતી મળતા જ ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. હાલ આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના કે કોઈ ફસાયું હોવાના અહેવાલ નથી. આગના ગોટેગોટા દેખાતા આસપાસના લોકોમાં ડરનો માહોલ દેખાયો છે.


વિસત ગાંધીનગર હાઇવે પર 4D મોલની સામે આવેલા પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળે આગનો બનાવ બન્યો છે. હાલ તકેદારીના ભાગરૂપે તાત્કાલિક બિલ્ડિંગનું કોમ્પલેક્ષ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ફાયર વિભાગ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે.  બીજા માળે આવેલા એક શૉ રૂમમાં આગ લાગી હતી. માલાન-સામાન બળીને ખાક થઈ જતાં વેપારીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 


બીજા માળે સ્પામાં આગ લાગી હોવાનું સામે આવ્યું

પેલેડિયમ બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલા સ્પા સેન્ટરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ફાયર વિભાગની ગાડીઓ દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી રહી છે. આગ લાગતા ધુમાડો આખા બિઝનેશ હબમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે આખું કોમ્પ્લેક્સ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News