BREAKING NEWS

શાપર પાસે સદગુરૂ ઇન્ડ્રસ્ટીઝના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ: જાનહાનિ નહીં

  • November 16, 2026 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપર નજીક વીરવા ઔદ્યોગિક વિસ્તારના સખીયા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા શ્રી સદગુરુ ઇન્ડસ્ટ્રીઝના લાકડાના ગોડાઉનમાં આજરોજ વ્હેલી સવારના ભિષણ આગ ભભૂકી ઊઠી હતી. જે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા શાપર ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ તાકીદે અહીં પહોંચી હતી અને અંદાજિત સાડા ત્રણ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નથી.


આગના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપર નજીક વીરવા ઔદ્યોગિક વિસ્તારના સખીયા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલી શ્રી સદગુરુ ઇન્ડસ્ટ્રીઝમાં ગોડાઉન આવેલું હોય જેમાં લાકડાનો જથ્થો રાખ્યો હતો. તેમાં આજરોજ વ્હેલી સવારના 6:30 વાગ્યા આસપાસ આગ લાગી હતી. જે અંગેની જાણ થતા કારખાનેદાર પ્રશાંતભાઈ સાવલિયા દ્વારા તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.


આગની ઘટનાનો કોલ મળતા શાપર ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટર સાથે ટીમ તાકીદે અહીં પહોંચી હતી અને અંદાજિત સાડા ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવી દસેક વાગ્યા આસપાસ આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.


વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, કારખાનેદાર પ્રશાંતભાઈ સાવલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજરોજ વહેલી સવારના અહીં ગોડાઉનમાં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લાગી હતી. જેમાં ગોડાઉનમાં રહેલ લાકડાનો મોટો જથ્થો તથા વાયરીંગ સળગી ગયું હતું. જો કે નુકસાનીનો ચોક્કસ આંકડો હજુ જાણી શકાયો નથી.


મહિલા કોલેજ બ્રિજ પાસે ઝૂંપડામાં આગ લાગી

શહેરના મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે રેલવે ટ્રેક નજીક આવેલી ઝૂંપડપટ્ટી પૈકી એક ઝૂંપડામાં મોડી રાત્રીના આગ લાગી હતી. જે અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા કાલાવડ રોડ ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ તાકીદે અહીં પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application