દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં સમગ્ર રાજયમાં મહત્તમ તાપમાનનો પારો ૩૦ થી ૩૫.૩ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સવારે લઘુતમ તાપમાન પણ નલિયાને બાદ કરતા બધે જ ડબલ ફિગરમાં આવી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી ગરમીમાં રાહતની કોઈ શકયતા નથી અને લઘુતમ તથા મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું વધશે.
સમગ્ર રાયમાં સૌથી વધુ તાપમાન સુરત અને રાજકોટમાં અનુકમે ૩૫.૨ અને ૩૫.૩ ડીગ્રી નોંધાયું છે. ભુજમાં ૩૩.૬ નલિયામાં ૩૩ ભાવનગરમાં ૩૩.૨ દ્રારકામાં ૨૬.૫ ઓખામા ૨૫.૪ પોરબંદરમાં ૩૧.૧ વેરાવળમાં ૨૯.૮ સુરેન્દ્રનગરમાં ૩૪.૮ મહત્પવામાં ૩૪.૮ કેશોદમાં ૩૨.૯ ડાંગમાં ૩૪.૪ દીવ માં ૨૯.૭ જામનગરમાં ૩૦.૨ અને કંડલામાં ૨૯.૯ ડિગ્રી નોંધાયું છે.
ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ૩૩.૮ દિશામાં ૩૩.૩ ગાંધીનગરમાં ૩૩.૮ વડોદરામાં ૩૪.૨ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
આજે લઘુતમ તાપમાન પણ વધી ગયું છે ભુજમાં ૧૬.૮ નલિયામાં ૯.૮ ભાવનગરમાં ૧૭ દ્રારકામાં ૧૭.૬ ઓખામાં ૧૯.૨ પોરબંદરમાં ૧૨.૬ રાજકોટમાં ૧૪.૭ વેરાવળમાં ૧૯.૧ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ નું પ્રમાણ પણ વધુ રહ્યું છે. આજે દ્રારકામાં ૮૮ પોરબંદરમાં ૮૪ સુરતમાં ૮૦% ભેજ નોંધાયો છે.
આગામી ચાર પાંચ દિવસ સુધી લઘુતમ અને મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધશે તેવી હવામાન ખાતાની આગાહી છે. બીજી બાજુ નોર્થ,વેસ્ટ, સેન્ટ્રલ અને ઇસ્ટના રાયોમાં પણ ગરમી વધશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.
સાયકલોનિક સકર્યુલેશનની અસરના ભાગપે અણાચલ આસામ મેઘાલય સહિતના નોર્થ ઈસ્ટ ના રાયોમાં અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમના કારણે જમ્મુ કશ્મીર અને હિમાલય અને રીજીયનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech