BREAKING NEWS

ખંભાળીયા : કમોસમી વરસાદને લીધે કપાસના ઊભા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ અંગેના પગલાંઓ જાહેર

  • November 15, 2025 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કમોસમી વરસાદને લીધે કપાસના ઊભા પાકમાં સંકલિત રોગ નિયંત્રણ માટે લેવાના પગલાં જિલ્લા ખેતીવાડી અધિકારીનું કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેર કરાયા છે. 


જે મુજબ નાઈટ્રોજનયુકત ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળવો. લીલા જીંડવા અવસ્થાએ વાદળછાયું વાતાવરણ હોય તો જીંડવાનાં સડાને અટકાવવા માટે કોપર ઓકસીકલોરાઈડ પ૦ ડબલ્યુપી  ૩૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ રપ ઈસી  ૧૦ મીલી અથવા કાર્બેન્ડાઝીમ પ૦ વે.પા.  ૧૦ ગ્રામ ફુગનાશકને ૧૦ લી. પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. બાહ્ય જીંડવાનાં સડાને રોકવા માટે વરસાદ બંધ થયેથી મેટીરામ પપ% + પાયરાકલોસ્ટ્રોબીન પ% ડબલ્યુજી  ર૦ ગ્રામ ૧૦ લી. પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. બળીયા ટપકાં (અલ્ટરનેરીયા મેકરોસ્પોરા) રોગના નિયંત્રણ માટે રોગિષ્ટથ પાક અવશેષોને દૂર કરવા અને રોગના પ્રાથમિક લક્ષણો દેખાય ત્યારે વરસાદ બંધ થયેથી તરત જ ૦.૨ ટકા ઝાયનેબ કે મેન્કોઝેબ દવાનો છંટકાવ કરવો. કમોસમી વરસાદના સમયગાળા પૂરતો જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો. પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગ‚પે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે. 
​​​​​​​

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતીવ નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application