રાજકોટમાં મેડિક્લેમ પોલિસીધારકને બ્રેઇન સ્ટ્રોકની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી મૃત્યુ થયાના કિસ્સામાં સારવાર ખર્ચનો મેડિ ક્લેઇમ પ્રિ એક્ઝિસ્ટ ડિસીઝના બહાને રદ કરનાર વીમા કંપની સામેની ફરિયાદમાં રાજકોટ તકરાર નિવારણ ફોરમે સારવાર ખર્ચ વ્યાજ અને ખર્ચ સહિત ચૂકવવાના કરેલા હુકમ સામેની વીમા કંપનીની અપીલ નામંજુર કરી રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને જિલ્લા કમિશનના હુકમને કાયમ રાખ્યો છે.
આ કેસની હકીકત મુજબ, ફરીયાદી હંસાબેન નવિનચંદ્ર રાજ્યગુરૂના પતિ નવિનચંદ્ર એન. રાજ્યગુરૂને બ્રેઈનસ્ટોકની તકલીફ થવાથી વોકહાર્ડ હોસ્પિટલમાં તા. ૦૯/ ૦૪/ ૨૦૧૫થી તા. ૨૨/ ૦૪/ ૨૦૧૫ સુધી સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ, તેનો સારવાર ખર્ચ રૂ.૧,૪૮,૯૩૭ થયેલ, ત્યારબાદ તા.૨૬/૦૪/૨૦૧૫ ના રોજ તેમનું અવશાન થયેલ હતું, દરમિયાન પરિવારને ધી ઓરિયેન્ટલ ઈન્સ્યોરંસ કું.લી.ની તા. ૧૦/ ૦૬/ ૨૦૧૪થી તા. ૦૯/ ૦૬/ ૨૦૧૫ના સમયની અમલમાં હોવાથી સારવાર ખર્ચની રકમ મેળવવા પરિણીતા હંસાબેને વીમા કંપનીમાં ક્લેઈમ મુકેલ, વીમા કંપનીએ આ ક્લેઈમ "પ્રિ એક્ઝિસ્ટિંગ ડિસીસ”નું બહાનું કાઢી નામંજુર કર્યો હતો. જેમાં વીમા કંપનીએ કલેઇમની રકમ નહીં ચુકવી ગ્રાહકને આપવાની સેવામાં ખામી રાખેલ હોવા સબબ રાજકોટ ગ્રાહક તકરાર ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. સદરહું ફરીયાદ ચાલવા ઉપર આવતા ફરીયાદીના એડવોકેટ વી.એમ.જોષી તથા શૈલેષ એમ. ભટ્ટ દ્વારા કાયદાના મુદાઓ તથા રજુ થયેલ પોલિસીની શરતો મુજબ "પ્રિ એક્ઝિસ્ટિંગ ડિસીસ"ની શરત વીમો લેતા સમયે વીમેદારને કોઈ રોગ હતો નહીં, વીમેદારને બ્રેઇન સ્ટ્રોકની બીમારી પોલિસી લેતી વખતે ન હતી,જેથી વીમા કંપની ક્લેઈમ ચુકવવા ઈન્કાર કરી શકે નહીં, આવી તમામ રજુઆતો તથા મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇ ગ્રાહક સુરક્ષા ફોરમના પ્રમુખશ એમ.પી.શેઠે ફરિયાદી હંસાબેનની ફરીયાદ મંજુર કરી વીમા કંપનીએ ફરીયાદીને રૂ.૧,૪૮,૯૩૭/- તેમજ ૬ % ના વ્યાજ સાથે તથા ફરીયાદ ખર્ચના રૂ. ૧,૦૦૦/- માનસીક ત્રાસના રૂ.૫૦૦/- ચુકવી આપવા તેવો હુકમ ફરમાવ્યો હતો.
પરંતુ ધી ઓરીયેન્ટલ ઈન્સ્યોરંસ કું. લી. રાજકોટ ગ્રાહક ફોરમના આ હુકમને ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ અપીલમાં જઇ પડકાર્યો હતો. તેમાં પણ રાજકોટના સિનિયર એડવોકેટ વી.એમ. જોષી તથા શૈલેષ એમ. ભટ્ટનિ કાયદાકીય મુદાઓની વિસ્તૃત રજુઆત તથા રજૂ કરેલા વડી અદાલતોના જુદા-જુદા ચુકાદાઓ ધ્યાને લઈ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને વીમા કંપનીની અપીલ નામંજુર કરી રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશને આપેલ જજમેન્ટ માન્ય રાખી ફરીયાદીને રૂ.૧,૪૮,૯૩૭/- ૬ % ના વ્યાજ સાથે તથા ફરીયાદ ખર્ચના રૂ. ૧,૦૦૦/-માનસીક ત્રાસના રૂ.૫૦૦/- ચુકવી આપવાનો હુકમ કાયમ રાખ્યો છે. આ કામમાં મુળ ફરીયાદી તરફે રાજકોટના સિનિયર એડવોકેટ વિનોદ એમ.જોષી અને શૈલેષ એમ. ભટ્ટ રોકાયા હતા.