પોરબંદરમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી માટે યોજાઇ બેઠક
પોરબંદરમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી માટે યોજાઇ બેઠક
November 12, 2025 02:49 PM
લોહપુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વિરાટ વ્યક્તિત્વ દરેક ભારતીય માટે ગૌરવ અને પ્રેરકબળ સમાન છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર પટેલની ૧૫૦ મી જન્મજયંતીના ભાગરૂપે સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે ત્યારે પોરબંદરમાં યોજાનાર ‘સરદાર ૧૫૦’ યુનિટી માર્ચના સંદર્ભે કલેકટરની અધ્યક્ષતામાં તૈયારીઓના ભાગપે પોરબંદરની સ્વૈચ્છિક સંસ્થાઓ, વેપારી મંડળ સાથે આયોજન બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, શહેર મહામંત્રી નિલેષભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ (મુન્નાભાઈ) સહિત પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.