BREAKING NEWS

જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન એક અઠવાડિયું ચાલશે, ૮૭૦૦૦ ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાશે

  • February 21, 2026 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારથી શહેરના ઇતિહાસનું સૌથી મેગા ડિમોલિશન કરવામાં આવનાર છે, જેમાં આજી નદી કાંઠા અને ટીપી રોડ ઉપરના ૧૪૯૮ મકાનો ઉપર બુલડોઝર ફેરવીને કુલ ૮૭૦૦૦ ચોરસ મીટર જમીન ખુલી કરાશે. અંદાજે એક સપ્તાહ સુધી ડિમોલિશન ચાલશે તેમ મ્યુનિ.વર્તુળોએ જણાવ્યું હતું.


વિશેષમાં મ્યુનિ.વર્તુળોએ ઉમેર્યું હતું કે, આજી નદી કાંઠા વિસ્તારમાં આશરે ૫૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે તેમાં ૯૯૨ મકાનો સહિતના એકમો સમાવિષ્ટ છે. જ્યારે ટીપી રોડ વિસ્તારમાં આશરે ૩૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે તેમાં કુલ ૪૯૭ મકાનો સહિતના એકમો છે. આ મુજબ કુલ ૮૭૦૦૦ ચોરસ મીટર જમીન વિસ્તારમાંથી ૧૪૮૯ જેટલા મકાનો સહિતના દબાણો છે જે સોમવારથી તબક્કાવાર દૂર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application