BREAKING NEWS

ગોંડલના ભગવતપરા બેઠા પુલ ઉપરથી મનોદિવ્યાંગ યુવકને ઉંચકી નીચે ફેંક્યો

  • January 10, 2026 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલનમાં ભગવતપરા બેઠા પુલ ઉપરથી મનો દિવ્યાંગ યુવકને કોઈ અજાણ્યા ત્રણથી ચાર શખસોને ઉંચકી નીચે ફેંકી દેતા ઈજાઓ થવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ભગવતપરા-3માં રહેતો હર્ષ વિજયભાઈ નાનાણી (ઉ.વ.18)નો સાંજે છએક વાગ્યે ઘરેથી કોલેજ ચોક તરફ પિતાની લારીએ જતો હતો ત્યારે ભગવતપરાના બેઠા પુલ પાસે પહોંચતા સામા મળેલા અજાણ્યા શખ્સોએ ઉભો રાખી ઉંચકીને 20 ફૂટ ઉંચે પુલ પરથી નીચે પછાડતા ઈજાઓ થવાથી પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. હર્ષ એક ભાઈ એક બહેનમાં નાનો છે અને મનોદિવ્યાંગ છે, તેના પિતા કોલેજ ચોકમાં ડુંગળી બટેકાની લારી રાખી વેપાર કરે છે. સાંજે પિતાની લારીએ જતો હતો ત્યારે કોઈ નશાની હાલતમાં શખસોએ બોલાવી ઉપરથી નીચે ફેંકી દીધો હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application