રાજકોટમાં જીવલેણ અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ખાસ કરીને પૂરપાટ ઝડપે વાહન ચલાવનાર શખસો અને નશાની હાલતમાં વાહન ચલાવનાર અકસ્માત સર્જતા હોય છે. ત્યારે આજરોજ વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક નજીક શ્રેયષ સોસાયટીમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા મર્સિડીસચાલકે અકસ્માતની હારમાળા સર્જી દઇ ત્રણ એકટિવા અને બે કારને હડફેટે લીધા હતા. જેના પગલે નાસભાગ મચી જવા પામી હતી. અકસ્માત સર્જનાર કારચાલક નશાની હાલતમાં હોવાનું બનાવસ્થળે ચર્ચાઇ રહ્યું હતું.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે આજરોજ બપોરના સમયે શ્રેયષ સોસાયટી પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી મર્સિડીસ આવેલી કારે એક બાદ એક પાંચ જેટલા વાહનોને હડફેટે લીધા હતા. કારચાલકે ત્રણ એકટિવા અને બે કારને હડફેટે લઈ તેમાં નુકસાન કર્યું હતું.
અકસ્માતની આ ઘટના બાદ અહીં લોકો એકત્ર થઈ ગયા હતા. દરમિયાન બનાવ સ્થળેથી જાણવા મળેલી વિગતો મુજબ, કાર ચાલક નશાની હાલતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અકસ્માતની આ ઘટનાને લઇ પોલીસે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application