BREAKING NEWS

માઇક્રોસોફ્ટ ગ્લોબલ આઉટેજ પર કંપનીનું અપડેટ: રિકવરી ચાલુ, સેવાઓ પૂર્વવત કરવામાં હજુ પણ નડી રહી છે મુશ્કેલીઓ

  • November 13, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માઇક્રોસોફ્ટની સેવાઓમાં સર્જાયેલા લાંબા આઉટેજ બાદ કંપની દ્વારા આ મામલે નવું અપડેટ જારી કરવામાં આવ્યું છે. સોફ્ટવેર દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટે આઉટેજમાંથી રિકવરી વિશે માહિતી આપતા જણાવ્યું છે કે સેવાઓને ફરીથી ચાલુ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે, જો કે હજુ પણ કેટલીક સમસ્યાઓ યથાવત છે.


માઇક્રોસોફ્ટના આ મોટા વૈશ્વિક આઉટેજ (Global Outage) ના કારણે આઉટલુક (Outlook), ટીમ્સ (Teams), કોપાઈલટ (Copilot) અને માઇક્રોસોફ્ટ 365 જેવી મહત્વપૂર્ણ સેવાઓ ભારે પ્રભાવિત થઈ હતી, જેને હવે ધીમે ધીમે પૂર્વવત કરવાનું કામ ચાલી રહ્યું છે.


સેવાઓ બહાલ કરવા માટેના પ્રયાસો ચાલુ

કંપનીએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "ટ્રાફિક ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યો છે અને ગ્રાહકો માટે આવશ્યક સેવાઓમાં સુધારો જોવા મળી રહ્યો છે, જેમ કે મેલબોક્સ સુધી પહોંચ અને ઈમેલ પ્રોસેસિંગમાં થઈ રહેલા વિલંબમાં રાહત મળી છે." જો કે, કંપનીએ એમ પણ સ્વીકાર્યું છે કે હજુ પણ કેટલાક વપરાશકર્તાઓને ક્યારેક-ક્યારેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સાયબર હુમલાની શંકાને કંપનીએ ફગાવી
માઇક્રોસોફ્ટ આઉટેજ બાદ સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે આ આઉટેજ કોઈ ખતરનાક સાયબર હુમલાનું પરિણામ છે, પરંતુ કંપનીએ આ તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે.

માઇક્રોસોફ્ટના કોપાઈલટ, એજન્ટ્સ અને પ્લેટફોર્મના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ લેમન્નાએ ગ્લોબલ આઉટેજ પર અપડેટ શેર કરતા પોસ્ટ કરી હતી. ચાર્લ્સ લેમન્નાએ જણાવ્યું હતું કે, "અમને ખેદ છે કે આજના આઉટેજને કારણે અમારા ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડી છે અને અમે આ સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ."

સાયબર હુમલાના વાયરલ દાવાઓને નકારતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "હું આ વાતની પુષ્ટિ કરું છું કે એવા કોઈ જ સંકેતો નથી મળ્યા જેનાથી એમ કહી શકાય કે આ કોઈ દુર્ભાવનાપૂર્ણ ગતિવિધિ કે સાયબર હુમલાનું પરિણામ છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application