અકસ્માતના સ્પોર્ટ તરીકે ગણાતા ગોંડલ રોડ પર શાપર નજીક વધુ એક અકસ્માત નોંધાયો છે, રસ્તો ઓળંગતી વખતે આધેડ ટેમ્પોની ઠોકરે ચડી જતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે શાપર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ શાપર દર્શન પાર્કમાં રહેતાં શૈલેષપરી જગદીશપરી ગોસ્વામી (ઉ.વ.૪૬)ના આધેડ સાંજે સાતેક વાગ્યે શાપર નજીક અતુલ ઓટો પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતાં ત્યારે પુરપાટ ઝડપે આવેલા ટેમ્પોએ આધેડને ઠોકરે લેતા રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત સર્જાતા લોકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર શૈલષેપરી છુટક કલરકામ કરતાં હતાં. અને ત્રણ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં બે દિકરી છે. સાંજે બનાવ સ્થળ નજીક મિત્રની હોટેલ હોઇ તે તરફ જતાં હતાં ત્યારે એમપી પાસીંગની ટેમ્પોની ઠોકરે ચડી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. શાપર પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application