BREAKING NEWS

રાજકોટમાં એઇમ્સ સર્કલ પાસે કારે બાઇકને હડફેટે લેતા પ્રૌઢનું મોત

  • September 21, 2026 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જામનગર રોડ પર એઇમ્સ સર્કલ પાસે કારે બાઇકને હડફેટ લેતા બાઈક પર સવાર મવડી ચોકડી પાસે રહેતા પ્રજાપતિ પ્રૌઢ ગંભીર રીતે ઘવાયા હતા જેથી તેમને સારવાર માટે પ્રથમ ખાનગી બાદમાં સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં સારવાર દરમિયાન પૌઢનુ મોત થયું હતું. પ્રૌઢ હોસ્પિટલમાંથી દવા લઈને પરત આવતા હતા દરમિયાન તેમને અકસ્માત નડયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઇકાલે બપોરના સમયે એઇમ્સ સર્કલ પાસે કારે બાઇકને ઠોકરે લેતા બાઈક પર સવાર અશોકભાઈ પ્રેમજીભાઈ છાયા (ઉ.વ.58 રહે.મવડી ચોકડી હિમાલય શેરી નંબર 2, રાજકોટ) ને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે પ્રથમ ગોકુલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાત્રીના સારવાર દરમિયાન પ્રૌઢે હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.


અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર અશોકભાઈ છાયા મૂળ પોરબંદરના વતની હતા અને ફર્નિચરનું કામ કરતા હતા. તેઓ ત્રણ ભાઈ એક બહેનના પરિવારમાં નાના હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્રી છે. ગઈકાલે બપોરના સમયે તેઓ એકલા એઇમ્સ હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતા સમયે કારે તેમના બાઇકને હડફેટે લેતા અકસ્માતમાં તેમનું મોત થયું હતું. બનાવને લઈ પ્રજાપતિ પરિવારમાં શોક છવાઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application