રાજકોટ શહેરના રેલનગરમાં આવેલા ઓસ્કાર એપાર્ટમેન્ટની લિફ્ટનો પંખો રીપેર કરતી વખતે વીજશોક લાગતા આધેડનું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. યુવક મિત્ર સાથે રીપેરીંગ કામ ફરવા માટે ગયા હતા ત્યારે બનાવ બન્યો હતો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ રૂખડિયા કોલોનીમાં નકલંકપરામાં રહેતા અને લિફ્ટનું રીપેરીંગ કામ કરતા થોમસન કોરા મેથ્યુ (ઉ.વ.૫૩)ના સાંજે સાતેક વાગ્યે મિત્ર પ્રતીક સાથે રેલનગરમાં આવેલા ઓસ્કાર એપાર્ટમેન્ટમાં આવેલી લિફટનો ફેન બંધ વઈ ગયો હોય તે રીપેરીંગ કરવા માટે ગયા હતા દરમિયાન પંખો રીપેર કરતી વખતે જોરદાર વીજ કરંટ લાગતા આધેડ બેભાન થઈ ઢળી પડતા તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વિમસ ત્રણભાઈ બે બહેનમાં નાના અને અપરણિત હતા. બનાવ અંગે પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.