BREAKING NEWS

રાજકોટમાં પોલીસે જ દૂધ પાઈ ઉછરેલા મિહિર કુગશિયાએ ફરી લખણ ઝળકાવ્યા, LCB ક્રાઈમ બ્રાન્ચના નામે 20 હજારનો તોડ કર્યો

  • November 03, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં અસલીના નામે નકલીનો રાફડો ફાટ્યો હોય તેમ અગાઉ રાજકોટમાં ક્રાઈમ બ્રાંચના નામે એસટી બસ સ્ટેશન પાછળ કપલને આંતરી ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી ૩૧ હજારનો તોડ અને ગોંડલમાં પોલીસના નામે ગ્રાફિકના ધંધાર્થી યુવક પાસે પાંચ લાખનો તોડ કર્યા બાદ પાસા હેઠળ જેલની હવા ખાઈ બહાર આવી ફરી ડિસ્ટાફના નામે મોરબીના યુવક પાસે બળજબરીથી એટીએમ માંથી 12 હજાર કઢાવી તોડ કરનાર રાજકોટ પોપટપરાના કુખ્યાત મિહિર કુગસિયાએ વધુ એક ટ્રાન્સપોર્ટરને એલસીબી ક્રાઈમની ઓળખ આપી 20,000 પડાવી લીધાની ભક્તિનગર પોલીસ મથકમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર જાગી છે.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના કોઠારીયા બરકતી નગરમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સમીરભાઈ ગુણુભાઈ મુલતાની ઉમર 42 વાળાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગઈકાલે નાગરિક બેંક ચોક રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે સફેદ કલરના એક્સેસ મોટરસાયકલ નો ચાલક રીક્ષા ડેમો મોટરસાયકલ રાખી અટકાવ્યું હતું અને હું એલસીબી ક્રાઈમમાં છું તેવી ઓળખ આપી ફરિયાદીને કહેલ કે તારા ઉપર કેસ છે તારા ટાટીયા ભાગી જશે તો પૂરો થઈ જઈશ તેમ કહી મોબાઈલ ફોન અને પાકીટ આપી દેવા દબાણ કર્યું હતું. જેથી ગભરાઈ ગયેલા ફરિયાદી હાફળા ફાફડા થઈ જતા તેમને એક્સેસમાં બેસાડી ઢેબર રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે પાણીના ટાંકા નજીક લઈ ગયો હતો અને ત્યાં જઈ પાકીટ અને મોબાઈલ પરત આપી કેસ પતાવવાના ₹20,000 પડાવી લીધા હતા.


આ અંગે ભોગ બનનાર ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે તપાસ કરતા આ કોઈ પોલીસ વાળો નહીં પરંતુ અગાઉ પણ પોલીસના નામે ત્રણથી ચાર તેને મોરબી લઈ ગયા હતા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અને પાછા હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલો પોપટપરાનો કુખ્યાત મિહિર ભાનુભાઈ કુગસિયા હોવાનું સામે આવતા ગુનો નોંધી વધુ તપાસ જે જે ગોહિલ ચલાવી રહ્યા છે.


બે માસ પહેલા મોરબીના યુવક પાસેથી 12000નો તોડ કરેલ

મોરબીના દીક્ષિત દિનેશભાઈ ઘીયા ને ગત 8/ 9/ 25 ના રોજ ઢેબર રોડ આરએમસી ચોક નજીક ઉભો હતો ત્યારે ડી સ્ટાફ ની ઓળખ આપી પોલીસ સ્ટેશન ચાલ તેમ કહી યુવકને ધમકાવી મિહિર કુગશિયા અને સાગરિત સંદિપ બાવાજી એ પોતાના એક્સેસમાં બેસાડી પેલેસ રોડ પર આવેલ એક શેરીમાં લઈ જઈ લાફા મારી બે મોબાઈલ અને પાકીટ પડાવી 50000 ની માંગણી કરતા અંતે એટીએમમાંથી અને મિત્રના એકાઉન્ટ માંથી યુવકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી કુલ 12000 પડાવી લીધાની એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


૧૦ માસ પૂર્વે મિહિરે પાંચ લાખનો તોડ કરતા પાસામાં ધકેલાયો હતો

ગોંડલના ભોજપરા વિસ્તારમાં રહેતા બંસી ગ્રાહિક નામે ઓફિસ ધરાવતા કેપુર કમલેશભાઈ કોટડીયા (ઉ.૨૮)વાળો ૨૧-૧૨ના રાજકોટ ધંધાના કામ અર્થે આવ્યો હતો ત્યારે મિહિર કુગસીયાએ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ મયુરસિંહ ઝાલા તરીકેની ઓળખ આપી પુવકને યુવતીની છેડતી કરી છે તેમ કહી પાંચ લાખનો તોડ કર્યો હતો અને વધુ રૂપિયા માંગતા ગોંડલ પોલીસમાં ગુનો દાખલ કરી નામચીન શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો.


રાજકોટમાં બસ સ્ટેશન પાછળ કપલ પાસેથી 31,000નો કર્યો તો તોડ

રાજકોટમાં પોલીસના નામે તોડ કરનાર મિહીર કુગશીયાએ અગાઉ એસટી બસ સ્ટેશન પાછળ હોટેલમાંથી બહાર નીકળેલા કપલને અટકાવી ક્રાઈમ બ્રાન્ચ ના નામે ગુનો દાખલ કરવાની ધમકી આપી એટીએમ માંથી 31 હજાર રૂપિયા પડાવી લીધા હતા જે અંગે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો અને તેની સામે ક્રાઈમ બ્રાન્ચે પાસાની કાર્યવાહી કરી જેલમાં ધકેલી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application