BREAKING NEWS

રાજકોટમાં રૂપિયાનો વરસાદ કરવા વિધિના બહાને રૂા. ૮.૫૦ લાખની છેતરપિંડી

  • January 22, 2026 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને મૂરલીધર ડેરી નામે દૂધનો ધંધો કરતા મૂળ વાંકાનેરનાં ઠીકરીયાળા ગામના મનવીરભાઈ હમીરભાઈ ડાંગર આજીડેમ પોલીસે આ મામલે મનવીરભાઈની ફરિયાદ પરથી ધવલ મનોજભાઈ જોશી રહે.જે.કે પાર્ક, કોઠારીયા મેઈન રોડ, મગન ઠાકોર રહે. કનેસરા, તા.જસદણ અને લાલસિંહ ઉદેસિંહ પરમાર રહે. હિંમતનગર સામે ગુનો દાખલ કર્યો હતો.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ફરિયાદી મનવીર અગાઉ આટકોટ ચોકડીએ મિત્ર કરણની હોટલે બેસવા જતો હતો ત્યારે ત્યાં આરોપી મગન સાથે મિત્રતા થઈ હતી તેણે આરોપીને હોટલનો ધંધો શરૂ કરવો છે તેમ કહીં શેઠ પાસેથી પાંચ લાખ હાથ ઉછીના કે વ્યાજે લાવવાની વાત કરી હતી.જેથી તેણે હા પાડી હતી.


થોડા દીવસ બાદ આરોપીએ તેને કોલ કરી આપડી પાસે એક બાપુ છે તે રૂપિયાનો વરસાદ કરાવી આપવાનું કહીં વિધિ કરાવવાના બહાને ત્રણ શખ્સોએ રૂા. ૮.૫૦ લાખ લઈ છેતરપિંડી કર્યાની આજીડેમ પોલીસ મથકમાં નોંધાઈ હતી.


મનવીરને વિધિ કરી પૈસાનો વરસાદ કરે છે તમે જે રૂપિયા વિધિમાં મુકો તે ડબલ કરી આપે છે. તેમ કહીં વિશ્વાસમાં લેતા બંને આરોપી ધવલનાં ઘરે ગયા હતા. જ્યાં વિધિના નામે તેની પાસે પ્રથમ ૧૦ હજાર દીધા બાદ આરોપીએ તેના મિત્રની કનેસરા ગામે આવેલી વાડીએ વિધિ કરવાનું નક્કી કરી કટકે કટકે વિધિ અને વસ્તુનાં નામે લાખોની રકમ પડાવી હતી.


પરંતુ ઘણા દિવસ હવન વિધિ વગેરે કર્યા બાદ રૂપિયાનો કોઇ વરસાદ થયો ન હતો. બીજી તરફ આરોપી ધવલ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું,આથી તેણે આરોપી મગનને વાત કરી તેની જવાબદારીએ રૂપિયા આપ્યા હોવાનું કહીં ફરિયાદનું કહેતાં આરોપીએ બે દિવસનો સમય માંગ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેને ફોન કરી મારા બનેવી મારફતે બીજા એક બાપુનો કોન્ટેક થયો છે.


તે રૂપિયા બનાવી આપશે અને કોઈ પૈસાનુ રોકાણ કરવાનું નથી તેમ કહીં મગન અને લાલસિંહે પણ વિધિના નામે લાખોની રકમ પડાવી લીઘા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. આમ ત્રણેય આરોપીઓ એ તેની પાસેથી કટકે કટકે ૮.૫૦ લાખ પડાવી છેતરપિંડી આચરતા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે અંગે વધુ તપાસ એ આર રાઠોડ ચલાવી રહ્યા છે.


વિધિ કરાવી ધવલે  કહ્યું હાલ લાલ નિશાન આવે છે માતાજીના પાડે છે!
ડેકોરેશનના ધંધામાં ખોટ જતા મનવીરે દૂધના વેપારમાંથી રૂપિયા કાઢીને આરોપી ધવલબાપુ ને આપ્યા હતા. ધતિંગ બાજે કચ્છથી હવન માટેની વસ્તુ લાવવાની છે તેના બે પોઇન્ટ 51 લાખ થશે કહી રકમ પડાવી લીધા બાદ હિંમતનગરના કહેવાતા બાપુએ 2.51 લાખ લઈ લીધા બાદ બાકીના 50000 નું આંગળિયું કરવા કહ્યું હતું રૂમમાં લક્ષ્મીજી નો ફોટો પાણીનો લોટો અગરબત્તી સોદાણાનો હવન ને પૈસાનો વરસાદ તેમ કહી મનવીરને ઢોંગીઓએ શીશામાં ઉતાર્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application