પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર ડી-માર્ટની બાજુમાં આવેલા ક્રોમા એન્ટરપ્રાઇઝ નામના શો રૂમમાં ગત તા.23ના રોજ શો રૂમમાં એપલ બ્રાન્ડના સ્ટાફ તરીકે કામ કરતા પ્રતીક જોષીએ એપલ કંપનીનું મેકબુક (મીની લેપટોપ) કી.રૂ.1,47,383નું ટેબલ ઉપર અપડેટ કરવા મૂક્યું હતું અને તેમાં સિક્યોરિટી ગાર્ડ લગાવ્યું નહતું જે જગ્યા પર જોવા ન મળતા સ્ટાફે શો રૂમમાં તપાસ કરી હતી પરંતુ મળી ન આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં બપોરના દોઢેક વાગ્યાના અરસામાં એક વ્યક્તિ સ્ટોરમાં આવ્યો હતો અને આસપાસ કર્મચારીઓ કામમાં હતા દરમિયાન નજર ચૂકવી મેકબુક (મીની લેપટોપ) પેન્ટના નેફામાં નાખી ચોરી કરતો જોવા મળ્યો હતો.
આ ફૂટેજના આધારે શો રૂમના મેનેજર સુમિતભાઈ રમેશભાઈ ચલ્લાએ લેપટોપ ચોરી અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં નોંધાવતા પોલીસે ફૂટેજમાં દેખાતા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
લાખાજીરાજ રોડ પર ખરીદી કરતા મહિલાના પર્સમાંથી એપલ ફોનની ચોરી
શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર પાસે ચુનારાવાડમાં રહેતા આરતીબેન હીરાભાઈ તલસાણીયા નામના મહિલા તા.27ના રોજ લાખાજીરાજ રોડ ઉપર આવેલી ટોપ શોપ નામની દુકાન પાસે પાથરણા વાળા બેઠા હોય ત્યાં કપડાંની ખરીદી કરતા હતા ત્યારે ગિરદીનો લાભ લઈ મહિલાના પર્સમાંથી એપલ કંપનીનો 16 પ્રો કી.રૂ.96000નો મોબાઈલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતા મહિલાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આસપાસની દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech