ગુજરાતના પૂર્વ મંત્રી હકુભા જાડેજા જ્યારે ધારાસભ્ય હતા, એ પૂર્વેથી દિવાળીની ઉજવણી વૃઘ્ધાશ્રમ અને અંધાશ્રમ ખાતે કરતા આવ્યા છે, એ પરંપરા એમણે જાળવી રાખી છે અને ગઇરાત્રે સહપરિવાર અહીંના વૃઘ્ધાશ્રમ ખાતે વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી એમના જીવનમાં પ્રકાશ અને મુસ્કાન લાવવાનો અનુકરણીય પ્રયાસ કર્યો હતો.
રાજ્યના પૂર્વ મંત્રી અને અગ્રણી નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ દિપાવલી પર્વની ઉજવણી સેવાયજ્ઞ સાથે કરી હતી. તેઓ પોતાના પરિવારજનો સાથે શહેરના શરુ સેક્શન રોડ પર સ્થિત પંચવટી સોસાયટી ખાતે આવેલા જામ રણજીતસિંહ વૃદ્ધાશ્રમ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વડીલો સાથે દિવાળી મનાવી, તેમના સુખ-દુ:ખની વાતો સાંભળી અને તેમના અમૂલ્ય આશીર્વાદ મેળવી પર્વને સાર્થક કર્યું હતું.
આટલેથી ન અટકતાં, હકુભા જાડેજાએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અંધજન તાલીમ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે નેત્રહીન ભાઈઓ સાથે ભાવસભર વિચારગોષ્ઠી કરી, સૌનું મ્હો મીઠું કરાવ્યું અને તમામને સન્માનિત કરી દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમની સાથે રવિરાજ ઇનફાસ્ટરના અમિતભાઇ ખાખરીયા તેના પરિવાર સાથે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application