આજીડેમની પાસેના વિસ્તારમાં રહેતી સગીરા સોડા લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા આજીડેમ પોલીસે આ અંગે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી છે.
મૂળ અમરેલી હાલ રાજકોટમાં આજીડેમ પાસેના વિસ્તારમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરનાર યુવાને પોતાની ૧૭ વર્ષની દીકરી ગુમ થયાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ સગીરાએ માતાને સોડા પીવાનું પૂછેલ હતું પરંતુ માતાએ મારે સોડા નથી પીવી તું તારા માટે લઈ આવ આવું કહેતા સગીરા એકલી કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે આવેલ દુકાનેથી સોડા લેવા જવાનું કહી ઘરેથી નીકળેલ હતી.
પરંતુ વધુ સમય લાગવા છતાં ઘરે પરત ન ફરતા સગીરાની માતા તપાસ કરવા દુકાને ગયેલ પરંતુ કોઈ ભાળ ન મળતા આજુબાજુ તથા સગા સબંધીઓ તપાસ કરતા દીકરીનો કોઇ પતો લાગ્યો ન હતો. જેથી પોલીસને સગીરાના પિતાએ જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMગણેશનગરમાં એન્ટિક ચીજ વસ્તુના વેપારીને છરીના ઘા મારવાની ધમકી
June 16, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech