BREAKING NEWS

નરાધમ સગીરાની પાછળ જ પડી ગયો....શાળાએ જતી ને પીછો કરી એક વર્ષ સુધી પજવણી કરીઃ રાજકોટનો ચોંકાવનારો બનાવ

  • October 30, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના મોરબી રોડ પરના વિસ્તારમાં રહેતી 14 વર્ષની વિદ્યાર્થિનીને તેના જ વિસ્તારમાં રહેતો શખસ એક વર્ષથી તેની પજવણી કરતો હોય જે અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સગીરાના કાકાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેને સંકજામાં લીધો છે.


પોલીસે આરોપી સામે પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો

જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મોરબી રોડ પરના વિસ્તારમાં રહેતા આધેડ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પરના જ વિસ્તારમાં રહેતા રોહિત દડૈયા(ઉં.વ 20)નું નામ આપ્યું છે જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


આ શખસના ત્રાસથી કંટાળી સગીરાએ ભાઈને વાત કરી

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની 14 વર્ષની બહેનની દીકરીને રોહિત છેલ્લા એક વર્ષથી પજવણી કરતો હોય સગીરા શાળાએ જતી ત્યારે વારંવાર તેનો પીછો કરતો હતો. સગીરાએ પીછો ન કરવા અને હેરાન ન કરવા સમજાવવા છતાં તેણે હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. ગઈકાલે અંતે આ શખસના ત્રાસથી કંટાળી જઇ સગીરાએ આ અંગે પોતાના ભાઈને વાત કરી હતી. બાદમાં પરિવારજનોને આ વાતનો ખ્યાલ આવ્યો હતો. ત્યારબાદ આ મામલે આ શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાનું નક્કી કરી સગીરાના કાકાએ આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રોહિત દડૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ રાઇટર સંદીપભાઈ અવાળીયા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application