BREAKING NEWS

અપહરણના ગુનામાં ભોગ બનનાર સગીરા અને આરોપી શોધી કાઢયા

  • December 24, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારના સગીરાના અપહરણના ગુનામા ભાગતા ફરતા આરોપી તેમજ ભોગ બનનારને શોધી કાઢવા પોલીસ કમિશનર દ્વારા કરાયેલા આ દેશના પગલે શહેર એન્ટી હુમન ટ્રાફિક યુનિટ દ્વારા સાત માસ પૂર્વે ના ગુનામાં ભોગ બનનાર તેમજ આરોપીને મેંદરડા પંથકમાં વાડીમાંથી શોધી રાજકોટ ખાતે લઈ આવ્યા હતા.


પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડના પીઆઇ બીએમ ઝણકાતની સુચનાથી પીએસઆઇ બીવી ચુડાસમા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન હરસુખભાઈ બાલધા, અને હસમુખભાઈ વાછાણી મળેલ બાતમીના આધારે તાલુકા પોલીસ મથકમાં સગીરાના અપહરણના ગુનો નોંધાયેલ જે ભોગ બનનાર તેમજ આરોપી મેંદરડા પંથકમાં એક વાડીમાં રહેતા હોવાની હકીકત મળી હતી.


જેના આધારે ટીમ મેંદરડા ખાતે દોડી ગઈ હતી અને વાડીમાંથી ભોગ બનનાર સગીરા તેમજ ભગાડી જનાર શખ્સને શોધી બંનેને રાજકોટ ખાતે લાવવામાં આવ્યા હતા અને સગીરાને તેના પરિવારને સોપવા કાર્યવાહી કરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે સગીરા ની શેરીમાં કડિયા કામ કરવા માટે આવતા યુવક સાથે આંખ મળી જતા પરિવાર અન્ય સાથે લગ્ન કરાવી દેશે તેવા ડરથી યુવક સાથે સગીરા ભાગી ગયાની હકીકત સામે આવતા ભોગ બનનાર તેમજ આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ અંગેની કામગીરીમાં પીઆઇ બી એમ ઝણકાટ,પીએસઆઇ બી.વી ચુડાસમા એએસઆઇ, તેમજ હસમુખભાઈ વાછાણી હરસુખભાઈ બાલધા, નરેન્દ્રભાઈ ગઢવી, સિરાજભાઈ ચાનિયા, જ્યોતિબેન સહિતની ટીમ જોડાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application