અમદાવાદમાં પ્લેન ક્રેશના 12 જૂન 2025ની ઘટનાથી દેશભરની જનતાના કાળજા હચમચી ઉઠ્યા છે. ત્યારે કોલેજની મેસ બિલ્ડિંગના પહેલા માળે જમી રહેલા યુવકે ગણતરીની જ સેકંડોમાં મોતની તબાહી નિહાળી હોવાની સાથે ગોંડલના યુવકનો ચમત્કારિક બચાવ થયો હોવાની ઘટના સામે આવી છે.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગોંડલના દેરડી(કુંભાજી)ના વેદ ભાવેશભાઈ ખાતરા નામના યુવાનનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે. પ્લેન અથડાયું ત્યાંથી માત્ર 4 ટેબલ દૂર બેઠેલા વેદ ખાતરાએ મોતનું તાંડવ નજરે નિહાળતા કહ્યું કે અચાનક બ્લાસ્ટનો અવાજ આવ્યો ને બધું ધૂળમાં અદૃશ્ય થયું.
12 જૂન 2025ના રોજ બપોરે વેદ ખાતરા કોલેજની મેસ બિલ્ડિંગના પહેલા માળે જમી રહ્યો હતો. જમવાનું શરૂ કરતાં જ અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ ધૂમાડામાં અદૃશ્ય થઈ ગયું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જ્યાં પ્લેન અથડાયું ત્યારે વેદ ઘટનાથી માત્ર ચાર ટેબલ દૂર બેઠો હતો. તેમણે સેકન્ડોમાં જ થયેલ મોતના તાંડવનો કદી ન ભૂલી શકાય તેવા દ્રશ્યો નિહાળ્યા હતા.
પ્લેન અકસ્માતમાં મોતને નજરે જોનાર યુવક વેદ ભાવેશભાઈ ખાતરાએ પોતાનો જીવ બચતા ભગવાનનો આભાર વ્યક્ત કર્યો છે. ત્યારે આ યુવકે રામ રાખે તેમને કોણ ચાખે એ કહેવત સાર્થક થવાની સાથે બે બે વખત ચમત્કારિક બચાવ થવા પામ્યો છે.
વેદની વાત કરવામાં આવે તો અમદાવાદ પ્લેન ક્રેશ અને ગત વર્ષે સામખિયાળી પાસેના ગમખ્વાર અકસ્માતમાંથી હેમખેમ ઉગર્યો, બંને દુર્ઘટના બાદ 13 જૂને ઘરે પરત ફર્યો હોવાના સંજોગો સામે આવ્યા છે. વાત કરવામાં આવે તો ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામના અને હાલ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વેદ ભાવેશભાઈ ખાતરા નામના યુવાન માટે કુદરતની કૃપા બે વખત વરદાનરૂપ સાબિત થઈ છે.
એક વર્ષના ટૂંકાગાળામાં બે ભયાનક અકસ્માતોનો ભોગ બનવા છતાં વેદનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. એક તરફ ગત વર્ષે પોતાના પરિવારના છ સભ્યોને ગુમાવ્યાનું દુઃખ છે, તો બીજી તરફ અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનામાંથી બચી જવાનો અહેસાસ છે. તાજેતરની ઘટના અંગે વાત કરતા વેદે જણાવ્યું કે, 12 જૂન 2025ના રોજ બપોરે અચાનક જોરદાર બ્લાસ્ટનો અવાજ આવ્યો અને બધું ધૂળ અને કાટમાળમાં અદૃશ્ય થઈ ગયું. સીડી તરફથી પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું.
થોડીવાર માટે કશું જ દેખાતું નહોતું. અમે થોડા મિત્રોએ બારીમાંથી કૂદવાનો વિચાર કર્યો, પણ તે યોગ્ય ન લાગ્યું.'જોરદાર બ્લાસ્ટ સાથે બધું ધૂળ ધૂમાડામાં અદૃશ્ય થઈ ગયું અને અમે સીડી તરફ ભાગ્યા, જ્યાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હતા. અમે પાંચ જણાએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પણ કાટમાળ એટલો ભારે હતો કે, અમારાથી કંઈ થઈ શક્યું નહીં. પાછળ વધુ બ્લાસ્ટ થતાં અમે નીચે ઉતરી ગયા અને બચાવ કામગીરીમાં મદદ કરવા લાગ્યા હતા.
આ ઘટનામાં વેદ પ્લેન અથડાયું તે જગ્યાએથી માત્ર ચાર ટેબલ જ દૂર હતો બ્લાસ્ટ અને શ્વાસ રૂંધાઈ જાય એવા ધુમાડા વચ્ચે બચીશું એવી કોઈ આશા નહોતી. સીડીએથી બહાર નીકળીને મેં સૌથી પહેલા પરિવારને ફોન કરીને હું સુરક્ષિત હોવાની જાણ કરી હતી.
અકસ્માતમાં બાર બાર બચેલા વેદ ખાતરાની વાત કરવામાં આવે તો આજથી બરાબર એક વર્ષ પહેલા તા. 4 જૂન 2024ના રોજ વેદના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. નીટ (NEET) પરીક્ષામાં 691 જેવા સારા માર્ક્સ આવતા સમગ્ર પરિવાર માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે, સામખિયાળી પાસે લાકડીયા ગામ નજીક નેશનલ હાઈવે પર તેમની કારને ટ્રેલર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ દુર્ઘટનામાં વેદના મમ્મી-પપ્પા, 13 વર્ષનો નાનો ભાઈ, ફઈ, પપ્પાના ફઈ અને ડ્રાઇવર સહિત કુલ છ લોકોના કરૂણ મોત થયા હતા. તે અકસ્માતમાં વેદ, તેની બહેન અને તેના ફઈનો દીકરો બચી ગયા હતા. બે બે વખત મોતનું તાંડવ નજરે જોનાર વેદની બંને દુર્ઘટનામાં એક અજીબ સંયોગ જોવા મળ્યો ગત વર્ષે 4 જૂને અકસ્માત થયા બાદ સારવાર લઈ વેદ 13 જૂન, 2024ના રોજ ઘરે પાછો ફર્યો હતો. આ વર્ષે પણ 12 જૂને પ્લેન ક્રેશની ઘટના બની અને વેદ 13 જૂન 2025ના રોજ સવારે પોતાના ગામ દેરડી (કુંભાજી) હેમખેમ પહોંચ્યો હતો..
બે બે અકસ્માતનો ભોગ વેદે ભાવુક થઈને જણાવ્યુ હતુ કે ગતહ વર્ષે મેં મારા સ્વજનો ગુમાવ્યા હતા અને આ વર્ષે મારી નજર સામે બીજા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોવાની ઘટનાઓ જોઈ છે.ત્યારે ભગવાન આવું મોત કોઈને ન આપે. હું આ બંને ભયંકર દુર્ઘટનામાં વડીલોના અને ભગવાનના આશીર્વાદથી જ બચી શક્યો હોવાનું જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech