ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરા ઘરેથી કઇં કહ્યા વગર નીકળી ગયા બાદ ચાર દિવસથી ઘરે ન આવતા સગીરાના ભાઇએ આ અંગે ગાંધીગ્રામ પોલીસ મકથમાં ફરિયાદ કરી હતી.પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ અહીં તેના પતિ અને ભાઇ બહેન સાથે રહે છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ૨૪૫ ના સવારના આઠેક વાગ્યા આસપાસ ભાઇ કામ સબબ અને પિતા ડાયાલીસીસી કરાવવા માટે ગયા હતાં.યુવાન ઘર સુતો હતો ત્યારે તેને નાના બહેને જગાવતા તેણે ચા મૂકવાનું કહ્યું હતું.બાદમાં યુવાનની ઉંઘ ૧૦ વાગ્યા આસપાસ ઉડતા બહેન ઘરમાં જોવા મળી ન હતી.બાદમાં તેણે પિતા અને ભાઇને આ બાબતે આ પુછયુ હતું.પણ તે પણ કઇં જાણતા ન હોવાનું કહ્યું હતું.
આ ઘટના બની તેના દસેક દિવસ પૂર્વે સગીરા આ રીતે જ ઘરેથી કીધા વગર જતી રહ્યા બાદ બીજા દિવસે ઘરે પરત ફરી હતી.તે સમયે યુવાનને તેના પિતાએ હાલ દિકરીને કઇં કહેતા નહીં તેમ કહ્યું હતું.જેથી આ વખતે પણ બહેન પોતાની રીતે ઘરે પરત ફરશે તેવું માની લીધું હતું.ત્રણ દિવસ બાદ પણ બહેનનો પતો ન લાગતા અંતે પોલીસને જાણ કરી હતી.જેથી ગાંધીગ્રામ પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે વધુ તપાસ પીઆઇ બી.ટી.અકબરી ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech