BREAKING NEWS

આઠ દિવસથી લાપતા કુવાડવાના આધેડનો તળાવમાંથી મૃતદેહ મળ્યો

  • February 16, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કુવાડવા ગામ પાસે સેવન સ્ટાર હોટલ પાછળ આવેલા તળાવમાં ડૂબી જતાં આધેડનું મોત થયુ હતું. બનાવના પગલે કુવાડવા રોડ પોલીસે આધેડ અકસ્માતે તળાવમાં ડુબી ગયા કે બનાવ આપઘાતનો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આધેડ આઠ દિવસથી ઘરેથી લાપતા હોવાનું જાણવા મળ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે શિવરાત્રીના દિવસે કુવાડવા ગામના કમલેશભાઈ ઓધવજીભાઈ બહુકિયા(ઉ.47) સાંજના સમયે છ વાગ્યા આસપાસ પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું.આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ઘટન સ્થળે પહોંચી તપાસ કરતા કુવાડવા ગામના કમલેશભાઇની ઓળખ મુન્નાભાઈએ આપી હતી.તેઓનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું.બનાવની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો.

ત્યાં જોયું તો કોહવાયેલી હાલતમાં લાશ જોવા મળી હતી ત્યારે આ મૃતક કમલેશભાઈને સંતાનમાં ત્રણ દીકરા છે જેનું નામ ભરતભાઈ,સચિન અને ઋતિક છે તેમજ કમલેશભાઈના પત્ની હંસાબેન રસોઇ કરીને ગુજરાત ચલાવે છે ત્યારે આઠ દિવસથી કમલેશભાઈ ઓધવજીભાઈ લાપતા બન્યા બાદ લાશ મળી આવતા શોક છવાઈ ગયો છે. આધેડ અકસ્માતે તળાવમાં પડી જવાથી તેમનું મોત થયું કે પછી બનાવ આપઘાતનો છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application