દેવપોઢી એકાદશીથી મોળાકાત વ્રતનો પ્રારંભ થશે
અષાઢ સુદ અગિયારસને બુધવાર તા. 17/7/ર0ર4 ના દિવસે દેવપોઢી એકાદશી છે, આ દિવસથી વ્રતનો પ્રારંભ થશે, આ દિવસથી નાની બાળાઓના મોળાકાત વ્રતનો પ્રારંભ થશે.
દેવપોઢી એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું, પીપળે પાણી રેડવું, ઉપવાસ રહેવો, દેવશયની એકાદશીનું વ્રત કરવાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, દેવપોઢી એકાદશીના દિવસથી વિષ્ણુ ભગવાન સાગરમાં સંયન કરે છે, આમ આ દિવસથી આશરે સાડા ચાર મહિના સુધી લગ્ન શ થઇ શકતા નથી, લગ્નનું છેલ્લુ મુર્હુત 1પ જુલાઇનું હતું, ત્યારબાદ 1ર નવેમ્બરના દિવસે દેવદિવાળી છે, આ દિવસથી દેવતાઓ જાગશે અને લગ્ન મુર્હુતોનું શઆત થશે, દેવપોઢી એકાદશીથી દેવદિવાળી સુધીના દિવસોને ચાર્તુમાસ કહેવામાં આવે છે.
ચાર્તુમાસ ભક્તિ માટે છે, આ સમય દરમ્યાન કરેલી મંત્ર ઉપાસના, શિવ ઉપાસના, દેવી ઉપાસના જલ્દી સિઘ્ધિ આપે છે, આ વર્ષે દેવપોઢી એકાદશીના દિવસે અમૃત સિઘ્ધિ યોગ પણ આખો દિવસ અને રાત્રી છે. જે શુભ ફળ આપનાર છે, 17 જુલાઇના બુધવારથી મોળાકાત વ્રતનો પ્રારંભ પણ થશે, મોળાકાત વ્રતને મોળા વ્રત, ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે, આ વ્રતમાં નાની બાળાઓ મીઠા વગરનું ભોજન લેશે, આ વ્રત પાંચ દિવસ ચાલશે, તા. ર1 જુલાઇને રવિવારના રોજ ગુપૂર્ણિમાના દિવસે આ વ્રતનું જાગરણ છે. નાની બાળાઓ આ દિવસે રાત્રિના 1ર વાગ્યા સુધીનું જાગરણ કરશે, બુધવારના દિવસે સવારે સુંદર વસ્ત્રો પહેરી નાની બાળાઓ મંદિરે અથવા ઘરે ઘઉંના જવારનું નાગલા, ચુંદડી, અબીલ, ગુલાલ, કંકુથી પૂજન કરશે.
મોળાકાત વ્રત કરવાથી નાની બાળાઓની બુઘ્ધિ શક્તિમાં વધારો થાય છે, વિદ્યા બળની પ્રાપ્તિ થાય છે અને આરોગ્ય સાં રહે છે, પાંચ દિવસ સુધી મીઠા વગરનું ભોજન લેવાથી મન મજબુત બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech