મોરબીના લગધીરપુર રોડ પર આવેલી કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેકટરીમાં ગત નવેમ્બર માસમાં બનેલી એક કણ ઘટનામાં ૧૧ વર્ષના બાળકનું મોત નીપયું હતું. આ મામલે મધ્યપ્રદેશ પોલીસ દ્રારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ બાદ હવે મોરબી તાલુકા પોલીસ મથકે મશીન ઓપરેટર વિદ્ધ બેદરકારીથી મોત નીપજાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને મોરબીમાં મજૂરી કામ કરતા વિશાલ કિરાડેના જણાવ્યા હતું કે ગત તારીખ ૧૭૧૧૨૦૨૫ના રોજ રાત્રિના સમયે તેમનો ૧૧ વર્ષનો નાનો ભાઈ વિશ્વાસ તેને મોબાઈલનું ચાર્જર આપવા માટે ફેકટરીમાં કોલસા મિલ પાસે આવ્યો હતો. આ સમયે કોલસો ખાલી થઈ જતાં વિશાલ ટ્રેકટર ચાલકને બોલાવવા ગયો હતો. થોડીવાર પછી પરત આવીને જોતા વિશ્વાસ કોલસા મિલના પટ્ટામાં ફસાઈ ગયો હતો. બૂમાબૂમ કરી મશીન બધં કરાવ્યા બાદ તેને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. અને ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક મોરબી અને ત્યારબાદ રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવાર તેને વતન મધ્યપ્રદેશ લઈ ગયો હતો, યાં બડવાનીની નિમાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૫૧૧૨૦૨૫ના રોજ તેનું કણ મોત નીપજયું હતું. બડવાની જીલ્લાની હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે માસૂમ વિશ્વાસનું મોત ઈજાઓને કારણે થયેલા સેપ્ટિસેમિક શોક ને લીધે થયું છે. આ મામલે મધ્યપ્રદેશ પોલીસે પ્રાથમિક તપાસ કરી એફ.આઈ.આર. મોરબી મોકલી આપી હતી. જેથી હાલ આરોપી બ્રીજેન્દ્ર રાજાવત (કોલ મશીન ઓપરેટર) રહે. કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેકટરી લગધીરપુર રોડ મોરબીવાળા વિદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં બીએનએસ કલમ ૧૦૬(૧) હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે