BREAKING NEWS

જામનગરમાં આહીર સમાજના જ્ઞાતિ ભોજનમાં ઉમટ્યા ૧૮ હજારથી વધુ લોકો

  • January 19, 2026 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર આહીર સમાજને આંગણે આહીર યુવા ગ્રુપ દ્વારા આયોજિત મકરસંક્રાંતિના અવસરે સમૂહભોજન, રક્તદાન કેમ્પ અને આશરાનો ધર્મ આહીર ઐતિહાસિક નાટકની પ્રસ્તુતિ સહિતના કાર્યક્રમ ઉજવાયા હતાં. સંસ્કૃતિ, સેવા, સંગઠન અને ઇતિહાસના સમન્વય સમાન ત્રિવેણી સંગમ કાર્યક્રમ ઉજવાયો હતા. પઅન્ન ભેગા તેના મન ભેગાથના ભાવ સાથે સમૂહભોજનમાં અંદાજિત ૧૮ હજારથી વધુ જ્ઞાતિજનોએ પ્રસાદ ગ્રહણ કરી શિસ્તતાના દર્શન કરાવ્યા હતા. 


જામનગર આહીર સમાજ, અને આહીર યુવા ગુપ દ્વારા આગામી તા. ૧૪-૧-૨૦૨૬ ને બુધવાર, મકરસંક્રાંતિના પાવન પર્વ પર સમૂહભોજન અને રક્તદાન કેમ્પ સાથે આશરા ધર્મની ઐતિહાસિક ગૌરવવંતી જીવનગાથા આધારિત સિનેમેટિક મેગા નાટક આશરાનો ધર્મ આહીર નાટક પ્રસ્તુત કરવા સહિતના ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમ ઉજવાયા હતા. જેમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ કેબિનેટ મંત્રી ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઈ બેરા, પૂર્વસાંસદ વિક્રમભાઈ માડમ, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, સમાજના પીઢ અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, આહિર સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરિયા, મુળુભાઈ કંડોરીયા, પ્રવીણભાઈ માડમ, કરસનભાઈ કરમુર, દેવશીભાઈ પોસ્તરિયા, લખમણભાઈ બોદર, રામદે ભાઈ કંડોરીયા, મારખીભાઈ વસરા, મેરામણભાઈ ભાટુ, વશરામભાઈ રાઠોડ, સંજય ભાઈ મૈયડ, એડવોકેટ વી.એચ.કનારા, હરદાસભાઈ કંડોરીયા, હેમંતભાઈ અંબાલિયા, કોર્પોરેટર કિસનભાઈ માડમ, રાહુલ બોરીચા, જ્યોતિબેન ભારવાડિયા અને અમિતાબેન બંધિયા મહિલા પ્રમુખ વીંજીબેન ભાદરકા, યદુવંશી પરિવારના રમેશ ચાવડા સહિતના અગ્રણીઓના હસ્તે રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જામનગર શહેરના ખૂણે ખૂણેથી સમાજના યુવાઓ અને આગેવાનો ઉમટી પડ્યા હતા. મહામૂલી માનવ જિંદગી બચાવવાના ઉદ્દેશ સાથે ૩૫૨ બોટલ જેટલું ધીંગુ રક્તદાન થાયુ હતું. 


ત્યારબાદ દર વખતની માફક આ વખતે પણ પરંપરાગત રીતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિસ્તબધ રીતે ૧૮,૦૦૦ થી વધુ જ્ઞાતિજનો એ પ્રસાદ ગ્રહણ કરી આહીર સમાજની પરંપરાને સવાઈ કરી હતી. આ કાર્યક્રમ સમાજ અને રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ બને તેવા લક્ષ્ય સાથે આહીર વીર દેવાયત બોદર ના આશરા ધર્મની ઐતિહાસિક ગૌરવવંતી જીવનગાથા આધારિત સિનેમેટિક મેગા નાટક આશરાનો ધર્મ આહીરનો પણ રાત્રે ૯: ૩૦ કલાકે યોજાયો હતો. માલદેભાઈ આહીર, કસુંબલ કલાવૃંદ - ઉપલેટા દ્વારા જામનગરની ધરતી પરના પ્રસ્તુત થયેલા આ ઐતિહાસિક નાટકને મોટી સંખ્યામાં લોકોએ ખુમારી સાથે નિહાળ્યું હતું.
​​​​​​​

જામનગર આહીર યુવા ગ્રુપના કાનભાઈ કરંગીયા, હિતેશ ગાગલીયા,રાજુ ચોચા, રામસી કંડોરીયા, જેસા ચાવડા, સામત જોગલ, ભરત બૈડિયાવાદર, નિલેશ કનારા, અનિલ કંડોરીયા, વિજય કરમુર, જયેશ નંદાણીયા, હિતેશ કનારા, દેવા બંધિયા, નિલેશ કંડોરીયા, નારણભાઈ પોપાનિયા, લખન ડાંગર, દિપક ઝાટીયા, હેમન ચાવડા, વિજય બોદર, લાલાભાઈ, સંજય રાવલિયા, રાજુ અંબાલિયા, મહેશ ડાંગર સહિતનાએ આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઢાવી હતી. તેમ આહીર યુવા ગ્રુપ  પ્રમુખ સંજય કાંબરીયા અને મીડિયા ઇન્ચાર્જ સુરેશ વસરા તેમજ મહેશ નંદાણીયાની યાદીમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application