#aajkaal team
આજે મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારે 02:23 વાગ્યે એક જ સમયે બે અલગ-અલગ વિસ્તારોમાં ભૂકંપના કંપન નોંધાયા હતા:
સૌરાષ્ટ્રના અમરેલી નજીક 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 37 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ (SSW) દિશામાં જમીનથી 11 કિલોમીટરની ઊંડાઈએ હતું. તે જ સમયે દક્ષિણ ગુજરાતના વાંસદા નજીક 1.6ની તીવ્રતાનો એક અત્યંત હળવો આંચકો નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ વાંસદાથી 8 કિલોમીટર દક્ષિણ-પૂર્વ (SSE) દિશામાં માત્ર 1.6 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ગઈકાલે, મંગળવારના રોજ, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ ભૂકંપની હલચલ જોવા મળી હતી.
કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરાથી 41 કિલોમીટર ઉત્તર-પૂર્વ (NNE) દિશામાં વહેલી સવારે 03:05 વાગ્યે 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
જ્યારે પોરબંદરથી 46 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સવારે 09:58 વાગ્યે 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.