રાજકોટ રેલવે દ્રારા એસી કલાસના ઉતાઓને ડિવિઝન સ્વચ્છ લિનન સેટ પુરા પાડવા દરરોજ ૩૧૦૦થી બેડરોલ્સ (સેટ દીઠ બે ઓછાડ, ઓશિકાનું કવર, ટુવાલ અને ધાબળો) સેટનું અધ્યતન મિકેનાઈઝ લોન્ડ્રીમાં વોશિંગ કરવામાં આવી રહ્યું છે.એસી કોચના ઉતાઓની મુસાફરી સુખદ, સુવિધાજનક અને આરામદાયક બને તે માટે પ્રવાસ દરમિયાન એસી કોચમાં મુસાફરોને બેડિંગ (લિનન)ની સામગ્રી પણ આપવામાં આવે છે. મુસાફરોની બેડિંગની સામગ્રી સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોય તેની ખાસ કાળજી લેવામાં આવે છે. રેલ્વે દ્રારા એસી કોચમાં દરેક મુસાફરને બેડિંગ તરીકે બે બેડશીટ, ઓશીકાનું કવર, એક ટુવાલ અને એક ધાબળો આપવામાં આવે છે. આ લિનનની સફાઈ માટે રાજકોટમાં રેલ્વેની મિકેનાઈઝ લોન્ડ્રીની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં વિશાળ કદના ૦૪ વોશર, ૦૨ ડ્રાયર, ૦૨ ઈક્રીના મશીન અને ૦૨ બોઈલર કાર્યરત રહે છે. સરેરાશ, આ લોન્ડ્રી દર અઠવાડિયે ૧૭ ટ્રેનોના ૧૧૮ કોચમાં લિનનના ૨૩૧૫૦ સેટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે, એટલે કે દરરોજ વોશિંગ થયેલા ૫૫૦૦ બેડશીટસ, ૩૧૦૦ પીલો કવર, ૩૧૦૦ ટુવાલ અને ધાબળા દરરોજ ટ્રેનમાં આપવામાં આવે છે. લોન્ડ્રીમાં બેડશીટ, ઓશીકાના કવર અને ટુવાલ દરેક ઉપયોગ પછી સાફ કરવામાં આવે છે, યારે ધાબળા દર ૩૦ દિવસમાં એકવાર સાફ કરવામાં આવે છે. આ સિવાય ગરમ હવાથી સ્ટેરિલાઈઝેશન પણ કરવામાં આવે છે. રાજકોટ ડિવિઝનની બાકીની ટ્રેનોમાં પણ સ્વચ્છ બેડ રોલ અને ધાબળાની સપ્લાઈ સુનિશ્ચિત કરવામાં આવે છે. બેડ રોલ સફાઈની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સુપરવાઈઝર દ્રારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે. રાજકોટ ડિવિઝન મુસાફરોની સુખદ મુસાફરી માટે હંમેશા પ્રયત્નશીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech