દ. આફ્રિકામાં 60000થી વધુ પેંગ્વિનના ભૂખમરાથી મોત
દ. આફ્રિકામાં 60000થી વધુ પેંગ્વિનના ભૂખમરાથી મોત થયા હોવાનો સ્ફોટક અહેવાલ સામે આવ્યો છે. જળવાયું પરિવર્તનની ઘાતક અસરના પગલે સાર્ડીન માછલીઓ ગાયબ થઈ જતા પેંગ્વિનનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે અને હવે માત્ર 10000 જોડી જ બચી શકી છે. જો હજુ પણ પગલા નહી લેવાય તો આવનારા સમયમાં પેંગ્વિન લુપ્ત પ્રજાતિ બની જાય તો પણ નવાઈ નહી.આ પ્રજાતિઓને બચાવવા માછલી પકડવા પર પ્રતિબંધ અને કૃત્રિમ માળા બનાવીને તેમનુ અસ્તિત્વ ટકાવવા કોશિશ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દ. આફ્રિકામાં 60000થી વધુ પેંગ્વિનના ભૂખમરાથી મોત થયા છે અને તેનું મુખ્ય કારણ સાર્ડીન માછલીઓ ગાયબ થઈ જવાનું જ છે.કેમકે આ જ તેમનો મુખ્ય ખોરાક છે.નોંધનીય છે કે દર વર્ષે પેંગ્વિન પોતાની જૂની પંખ બદલે છે અને આ કામ 21 દિવસ ચાલે છે.આ દરમીયાન તેઓ સમુદ્રમાં જતા નથી અને જમીન પર જ રહે છે. આ બધું કરવા માટે પહેલા તેમણે સારી રીતે વજન વધારવું પડે છે. પરંતુ મોલ્તિંગ પહેલા અને પછી જો તેમને ભોજન ન મળે તો તેમના શરીરમાં ઉર્જા ખતમ થઈ જાય છે અને તેઓ મૃત્યુ પામે છે.
સમુદ્રનું તાપમાન વધવું અને મીઠાનું પ્રમાણ વધવાની સ્થિતિને લીધે સાર્ડીન માછલીઓ ઈંડા વધુ મૂકી શક્તિ નથી બીજી તરફ મોટા જહાજ હજુ પણ વધુને વધુ માછલી પકડીને વેપાર કરી રહ્યા છે, આથી પેંગ્વિનનો મુખ્ય ખોરાક જ બચતો નથી.છેલા 30 વર્ષમાં પેંગ્વિનની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થઈ ગયો છે જે ચિંતાનું કારણ છે.હવે માત્ર 10000 જોડી જ બચી છે.
પેંગ્વિનને બચાવવા પ્રયાસો
જ્યાં સુથી વધુ પેંગ્વિન વશે છે તેવી કોલોની આસપાસ માછલી પકડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે,કૃત્રિમ માળા રચવામાં આવ્યા છે જેથી તેમના બચ્ચાઓ સલામત રહે. બીજી તરફ બીમાર પેંગ્વિનને હાથથી માવજત આપવામાં આવી રહી છે જેથી તેઓ બચી જાય.શિકારી જાનવર જેમ કે વ્હેલ કે શાર્ક થી તેમને દુર રાખવામાં આવી રહ્યા છે.રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનીકોએ ચેતવણી આપી છે કે જો 2011 બાદથી પેંગ્વિન સતત ઘટી જ રહ્યા છે. જો આમ જ ચાલ્યું તો અને માછલીની માત્રા વધારવામાં નહી આવે તો આફ્રિકી પેંગ્વિન અમુક વર્ષોમાં સાવ જ ખતમ થઈ જશે. મરીન બાયોલોજીસ્ટ લોરીએન પીચેગ્રું એ તો ત્યાં સુધી કહ્યું કે માત્ર પેંગ્વિન જ નહી, અન્ય પ્રજાતિઓને બચાવી લેવાના પ્રયત્નો અત્યારથી નહી થાય તો બહુ મોટું નુકસાન થશે